For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના 6 જજને થયો સ્વાઈન ફ્લૂ, CJI બોલ્યા- ડિસ્પેન્સરી ખોલવામાં આવશે

સુપ્રીમ કોર્ટના 6 જજને થયો સ્વાઈન ફ્લૂ, CJI બોલ્યા- ડિસ્પેન્સરી ખોલવામાં આવશે

|
Google Oneindia Gujarati News

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે જાણકારી આપી તે મુજબ સુપ્રીમ કોર્ટના 6 જજ ઈન્ફ્લુયએન્જા (H1N1) વાયરસથી પીડિત છે. તેમણે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસએ બોબડેને સુપ્રીમ કોર્ટમાં કામ કરતા વ્યક્તિઓના રસીકરણ માટે નિર્દેશ જાહેર કરવા કહ્યું છે. સીજેઆઈએ આ મુદ્દે ચર્ચા કરવા માટે SCBA અધ્યક્ષ સાથે બેઠક બોલાવી છે.

supreme court

ચીફ જસ્ટિસ અને SCBAના પ્રેસિડેન્ટ દુષ્યન્ત દવે વચ્ચે આ મામલે મીટિંગ થઈ. ચીફ જસ્ટિસે મામલામાં ચિંતા વ્યક્ત કરી. ચીફ જસ્ટિસે કહ્યું કે રસીકરણ માટે ડિસ્પેંસરી ખોલવામાં આવશે. એસસીબીએએ 10 લાખ રૂપિયા રસીકરણ માટે આપવાનો ભરોસો અપાવ્યો છે. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર 2માં જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે માસ્ક પહેરીને સુનાવણી કરી હતી.

હાર્ડકોર દક્ષિણપંથી વિચારધારા, જાદૂઈ વક્તા, જાણો મોદી-ટ્રમ્પની સમાનતા અને વિભિન્નતાહાર્ડકોર દક્ષિણપંથી વિચારધારા, જાદૂઈ વક્તા, જાણો મોદી-ટ્રમ્પની સમાનતા અને વિભિન્નતા

જણાવી દઈએ કે સ્વાઈન ફ્લૂએ આ વખતે ફરી ભારતમાં દસ્તક આપી દીધી છે. દિલ્હીમાં સ્વાઈન ફ્લૂનો આ તાજા મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી કાશ્મીર અને બેંગ્લોર, પંજાબ અને રાજસ્થાનથી સ્વાઈન ફ્લૂથી પીડિત હોવાના અહેવાલ સામે આવતા હતા.

દેશના કેટલાય શહેરોથી એચ1એન1 વાયરસથી પીડિત દર્દી સામે આવ્યા છે. રાજસ્થાનથી સ્વાઈન ફ્લૂના 32 પોજિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 19 મામલા માત્ર જયપુરથી સામે આવ્યા છે. ગત વર્ષે આ વાયરસે રાજસ્થાનના 200થી વધુ લોકોના જીવ ભરખી લીધા હતા. પંજાબમાં પણ આ વાયરસથી સંક્રમિત લોકો સામે આવી રહ્યા છે. પંજાબના પંચકૂલામાં 5 દર્દી સંદિગ્ધ જણાયા હતા.

English summary
6 supreme court judges tested positive for H1N1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X