મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલી હુમલો, 7 કમાન્ડો શહીદ
નાગપુર, 12 મે: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલીયોએ સુરક્ષા જવાનોને લઇને જઇ રહેલા વાહનને બારુદી સુરંગ બિછાવીને ઉડાવી દીધું. હુમલામાં નક્સલ વિરોધી સ્ક્વોડોના સાત કમાન્ડો શહીદ થઇ ગયા. ગંભીર રૂપે ઘાયલ બે કમાન્ડોને હેલિકોપ્ટર દ્વારા નાગપુર લઇ જવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સવારે લગભગ 9.40 કલાકે હુમલો એ સમયે થયો જ્યારે કમાન્ડોની ટીમ ચમોરસી તાલુકા સ્થિત પાવીમુરાંદા અને મુરમુરી ગામની પાસે સ્થિત નદીના પુલથી પસાર થઇ રહ્યો હતો. નક્સલીઓએ પુલની નીચે બારુદી સુરંગ બિછાવી રાખી હતી. ચાર વાહનોના કાફિલાની સાથે અભિયાન પર નિકળેલા સુરક્ષા દળોના બે વાહનો આરામથી પસાર થઇ ગયા પરંતુ ત્રીજું વાહન સુરંગના ઝપેટમાં આવી ગયું.

માનવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ દિલ્હી વિવિ(ડીયૂ)ના પ્રોફેસર જીએન સાઇબાબાની ગિરફ્તારીનો બદલો લેવા માટે આ હુમલો કર્યો છે. નક્સલીઓ સાથેની સાંઠગાંઠના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસ શુક્રવારે સાઇબાબાને ગિરફ્તાર કરીને ગઢચિરોલી લઇ ગઇ હતી. પોલીસે પહેલા પણ તેમની પૂછપરછ કરી હતી અને તેમના લેપટોપને ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
