મુંબઈની ઇમારતમાં ભીષણ આગ, ફિલ્મ ફાઇનાંસર સહિત 7ના મોત
મુંબઈ, 14 ડિસેમ્બર : મુંબઈમાં ગઈકાલે એક 26 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 7 વ્યક્તિઓના મોત થઈ ગયાં. મૃતકોમાં ફિલ્મ ફાઇનાંસર દિનેશ ગાંધી અને તેમના પત્નીનો પણ સમાવેશ થાય છે. દિનેશ ગાંધીએ તેઝાબ જેવી સુપર હિટ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.

આગની ભયાનકતાનો ખ્યાલ એ વાત ઉપરથી કરી શકાય કે આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 14 ગાડીઓને લગભગ 4 કલાકનો સમય લાગ્યો. પોલીસ અને ફાયર બ્રિગેડની મુસ્તેદીના પગલે આગમાંથી 26 લોકોને સલામત બહાર કાઢી શકાયાં. ઈજાગ્રસ્તોને જુદી-જુદી હૉસ્પિટલોમાં દાખલ કરાયાં છે. બીએમસીના જણાવ્યા મુજબ આગમાં માર્યા ગયેલાઓમાં ફિલ્મ ફાઇનાંસર દિનેશ ગાંધી અને તેમના પત્નીનો પણ સમાવેશ થાય છે. દિનેશ ગાંધીએ બ્લૉક બસ્ટર ફિલ્મ તેઝાબ પ્રોડ્યુસ કરી હતી.












Click it and Unblock the Notifications
