For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહો આશ્વર્યમ: 7 વર્ષની બાળકી ભણાવી રહી છે ધર્મના પાઠ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bhagawat-katha
ઇન્દોર, 25 જાન્યુઆરી: ગાયત્રી ત્રીજા ધોરણમાં ભણે છે અને તેની ઉંમર સાત વર્ષની છે, પરંતુ તે ભાગવતનો ગૂઢ અર્થ ફક્ત જાણતી જ નથી પરંતુ હજારો લોકોને તે પણ તેનો અર્થ જણાવે છે. એ સાંભળીને તમને આશ્વર્ય થશે, પરંતુ આ હકિકત છે કે ઇન્દોરની આ બાળકી લોકોને ભાગવત કથાના માધ્યમથી ધર્મનો પાઠ ભણાવી રહી છે.

ઇન્દોર નજીક સિમરોલમાં ચાલી રહેલી ભાગવત કથાના મંચ પર બેસીને પ્રવચન કરી રહેલી ગાયત્રી ગોસ્વામીને જોઇને દરેક આશ્વર્યમાં પડી જાય છે, કારણ કે આ વાત પર વિશ્વાસ કરવો દરેક માટે આસન નથી કે નાદાન બાળકી વિભિન્ન દષ્ટાંતો, શ્રીકૃષ્ણના કથાનકોના માધ્યમથી ધર્મનો પાઠ ભણાવી રહી છે.

પરદેશી પુરામાં રહેનાર ગાયત્રી ગૌસ્વામીની ભાગવત કથા બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે અને મોટી સંખ્યામાં લોકો તેને સાંભળવા આવે છે. ગાયત્રીના પિતા નરેન્દ્ર ગૌસ્વામીએ જણાવ્યું હતું કે તેમના ધરમાં એક પંડિતજી કથા કરવા આવ્યાં હતા, તેમના દ્રારા સંભળાવવામાં આવેલી કથાને સાંભળીને તેને વધુ રોચક રીતે સંભળાવીને તીક્ષણ બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો છે.

નરેન્દ્ર ગૌસ્વામી તેને દેવીકૃપા માને છે અને કહે છે કે પંડિતજીની કથાઓ સાંભળ્યા બાદ ધીમે-ધીમે ગાયત્રીએ પોતાના જ્ઞાનને વધુ વધાર્યું તથા તે મંચ પર જઇને પ્રવચન કરવા લાગી. ગત આઠ મહિનાઓમાં તેને 16 જગ્યાએ કથાઓ સંભળાવી છે.

ગાયત્રીના પ્રવચનો વચ્ચે ગીત સંગીતનો દોર પણ ચાલતો રહે છે, આ દરમિયાન ગાયત્રીનો બાળ સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. તે સંગીતની ધુન પર ડોલવા લાગે છે અને તેના રસમાં ડૂબી જાય છે.

ગાયત્રીની કથા સાંભળવા આવેલા અશોક કુમારનું કહેવું છે કે એક નાની બાળકી પ્રવચન કરી રહી છે, એ જોઇને આશ્વર્ય થાય છે અને આ વાત આખા વિસ્તારમાં ફેલાઇ જતાં કથામાં શ્રદ્ધાળુઓની ભીડ વધતી જાય છે.

English summary
7 year old girl from Indore at Madhya Pradesh taught religion lesson thru Bhagwat Katha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X