For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરથી 70 આતંકીઓ અને પાક સમર્થિત અલગાવવાદી આગરા શિફ્ટ કરાયા

જમ્મુ-કાશ્મીરથી 70 આતંકીઓ અને પાક સમર્થિત અલગાવવાદી આગરા શિફ્ટ કરાયા

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 સમાપ્ત કરવાાં આવ્યા બાદ સતત સ્થિતિ બદલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા બળોની તહેનાતી કરવામાં આવી છે. હવે જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ કેદીઓને બીજા રાજ્યોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે 70 કેદીઓને આગરાની સેન્ટ્રલ જેલ લઈ જવાાં આવ્યા. તેમની કડક સુરક્ષા વચ્ચે જેલની કોઠડીમાં રાખવામાં આવશે.

આગરા શિફ્ટ થયા 70 કેદી

આગરા શિફ્ટ થયા 70 કેદી

જમ્મુ-કાશ્મીરથી શિફ્ટ કરવામાં આવેલ કેદીઓને ઉત્તર પ્રદેશ સિવાય અન્ય મોટા રાજ્યોની જેલમાં પણ મોકલવામા આવશે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આના માટે સરકારની સહમતિ માંગી હતી. પહેલા ઉત્તર પ્રદેશમાં વધુ કેદીઓ મોકલવાની તૈયારી હતી પરંતુ હાલ 70 કેદીઓને જ શિફ્ટ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ યૂપીની જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ કેદ હોવાને પગલે સમસ્યા છે. આ કેદી આતંકી અને પાકિસ્તાન સમર્થક અલગાવવાદી છે.

હવાઈ જહાજથી આગરા આવ્યા કેદી

પહેલા તબક્કામાં આગરા સ્થિત સેન્ટ્રલ જેલમાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરના કેદીઓને હવાઈ જહાજથી આગરા લઈ જવામાં આવ્યા. આગરાના એરપોર્ટથી સેન્ટ્રલ જેલ વચ્ચે પોલીસની આકરી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આગરાની સેન્ટ્રલ જેલમાં જમ્મુ-કાશ્મીરના કેદીઓની સુરક્ષા માટે અલગથી પીએસી પણ તહેનાત કરવાની તૈયારી છે, જેનાથી સુરક્ષાનો ડબલ ઘેરો બનાવી શકાય.

સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈ અલર્ટ

સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઈ અલર્ટ

કેદીઓ શિફ્ટ થયા હોવાના કારણે પોલીસ-પ્રશાસનથી લઈ ગુપ્તચર વિભાગ હાઈ અલર્ટ પર છે. ઉચ્ચ સ્તર પર સુરક્ષાને લઈ આકરા નિર્દેશ આપવામાં આવ્યા છે. આગરાના ડીએમ અને એસએસપીને જેલની સુરક્ષા વ્યવસ્થા તપાસવા નિર્દેશ આપ્યા છે. જેલ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે.

<strong>પ્રણવ મુખરજી સહિત 3 હસ્તીઓ ભારત રત્નથી સન્માનિત </strong>પ્રણવ મુખરજી સહિત 3 હસ્તીઓ ભારત રત્નથી સન્માનિત

English summary
70 terrorists have been shifted from jammu and kashmir to agra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X