71 વર્ષના વ્રુદ્ધને પ્રેમજાળમાં ફસાવ્યો, અને પછી કર્યું આ...

Subscribe to Oneindia News

71 વર્ષના એક વયોવ્રુદ્ધને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે અશ્લીલ વાતો કરી. પછી એ કૉલને રેકોર્ડ કરી તેમની સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યો. વ્રુદ્ધની પોલિસ ફરિયાદ બાદ પોલિસ આરોપી મહિલાની તપાસમાં લાગી ગઇ છે.

સેક્સ ક્લિપ પર ભડકી રાધિકા, ન્યૂડ લોકો જોવાનો શોખ હોય તો...

71 year old trapped in love, obscene call record and blackmailed at delhi

મહિલાએ કેવી રીતે બનાવ્યા એરફોર્સના રિટાયર અધિકારીને પોતાનો શિકાર

સમગ્ર ઘટના દિલ્હીના સાઉથ રોહિણી પોલિસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં રહેતા રિટાયર અધિકારી સલમાન ખાને (71) પોલિસ સ્ટેશનમાં આરોપી મહિલા સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલિસે જણાવ્યું કે સલમાન સાથે મહિલાની મુલાકાત થોડા મહિના પહેલા જ એક પાર્કમાં ફરતી વખતે થઇ હતી. મહિલાએ સલમાન સાથે વાતચીત દરમિયાન કહ્યું હતુ કે તેને મોટી ઉમરના લોકો અને વ્રુદ્ધો સાથે વાત કરવાનું ગમે છે. આ દરમિયાન તેમની વચ્ચે મુલાકાતનો સિલસિલો વધ્યો તો મહિલાએ વ્રુદ્ધને પ્રેમનો પ્રસ્તાવ કરી દીધો. વળી તેણે એક એનજીઓ ખોલવાની વાત પણ સલમાનને કહી.

પોલિસે આરોપી મહિલાની શોધ માટે ચક્રો કર્યા ગતિમાન

71 વર્ષીય સલમાન પણ મહિલાની વાતોમાં આવી ગયા. તેમણે વાતચીત દરમિયાન મહિલાના માંગવા પર તેને પહેલા 20 હજાર રુપિયા આપ્યા. વળી, મહિલા હવે વ્રુદ્ધ સાથે ફોન પર પણ વાત કરવા લાગી. સલમાને પોલિસને જણાવ્યું કે 30 સપ્ટેમ્બરે મહિલા એક વ્યક્તિને લઇને તેમને મળવા આવી. મહિલાએ સલમાન સાથે મુલાકાત દરમિયાન એ કૉલ રેકોર્ડિંગ સંભળાવી અને રુપિયાની માંગ કરી.

ગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણો

મહિલાએ સાથી સાથે મળી કરી લૂટ

એટલુ જ નહિ તે મહિલાએ સલમાન પાસેથી પર્સ, વીંટી સહિત એટીએમમાંથી ચાલીસ હજાર રુપિયા કઢાવીને લૂટી લીધા. આટલુ કર્યા બાદ પણ મહિલાએ સલમાન પાસેથી પચાસ હજાર રુપિયાની માંગ કરી. રિટાયર અધિકારી સલમાને ના પાડતા મહિલાએ તેમને કૉલ રેકોર્ડ પરિવારને મોકલવાની ધમકી પણ આપી. હાલમાં સલમાનની ફરિયાદ બાદ પોલિસ હરકતમાં આવી ગઇ છે. આરોપી મહિલાની શોધ માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

English summary
71 year old trapped in love, obscene call record and blackmailed at delhi.
Please Wait while comments are loading...