ઇરાકમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 73ના મોત

આ ઘટનામાં 41 લોકોના મોત નીપજ્યાં જ્યારે 56 લોકોને ઇજા પહોંચી હતી. પોલીસના એક સૂત્રએ જાણકારી આપી કે શુક્રવારે બગદાદમાં થયેલા ત્રણ અલગ-અલગ વિસ્ફોટોમાં 22 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 57 લોકોને ઇજા પહોંચી છે.
પ્રથમ વિસ્ફોટ પશ્ચિમ બગદાદના અમરિયા જિલ્લામાં થયો જ્યાં 19 લોકોના મોત તથા 32 ઇજાગ્રસ્ત થયા છે. બીજો વિસ્ફોટ દક્ષિણ બગદાદના ડોરા જિલ્લામાં થયો જ્યાં બે લોકોના મોત થયા અને 20 લોકોને ઇજા પહોંચી છે. ત્રીજો વિસ્ફોટ પશ્ચિમ બગદાદના ગજલિયામાં થયો જ્યાં એકનું મોત થઇ તથા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. આ વચ્ચે ફલુજા શહેરમાં એક કોફી શોપમાં ઘડાકો થયો જેમાં બે લોકોના મોત નીપજ્યા અને 10 લોકોને ઇજા પહોંચી હતી.
આંતરિક મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે એક અન્ય વિસ્ફોટ બગદાદથી 30 કિમી દૂર સ્થિત મદૈન શહેરમાં એક સ્થાનિક અધિકારીના અંતિમ સંસ્કાર દરમિયાન થયો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા અને 25ને ઇજા પહોંચી. આ ઘાતક હુમલાની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને લીધી નથી. બીજી તરફ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ પત્રકારોને કહ્યું કે, ઇરાકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વિશેષ પ્રતિનિધિ માર્ટિન કોબલરે શુક્રવારે ઇરાકી નેતાઓને દેશમાં નાગરિકોની સુરક્ષા સુનિીશ્ચિત કરવા અંગે અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
