For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

75મો સ્વતંત્રતા દિવસઃ ગુમનામ સ્વાતંત્ર્ય સેનાનિઓને સમ્માનિત કરશે સરકાર, 146 નામોની યાદી તૈયાર

કેન્દ્ર સરકાર ભારતના 75માં સ્વતંત્રતા દિવસ પર ગુમનામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, અલ્પજ્ઞાત સમૂહો અને સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓને સમ્માનિત અને પ્રદર્શિત કરવાની યોજના બનાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર ભારતના 75માં સ્વતંત્રતા દિવસ પર ગુમનામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, અલ્પજ્ઞાત સમૂહો અને સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓને સમ્માનિત અને પ્રદર્શિત કરવાની યોજના બનાવી રહી છે. આ સ્વતંત્રતા દિવસ પર ઈતિહાસના પાનાંઓમાં ક્યાંક ગુમ થયેલા નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનિઓને સરકાર સમ્માનિત કરશે. આ માહિતી અધિકારીઓએ શુક્રવાર(13 ઓગસ્ટ)ના રોજ આપી છે. સરકારે આના માટે 146 નામોનુ એક લિસ્ટ તૈયાર કર્યુ છે. જેમાં 75 સ્થાનિક, 6 રાષ્ટ્રીય અને 2 આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીઓની યોજના 'આઝાદીનો અમૃત મહોત્સવ'ના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

flag

આ નામોને અલગ-અલગ સરકારી વિભાગો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત નિગમ ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ(આઈસીએચઆર) દ્વારા સંકલિત કરવામાં આવ્યુ છે. જો કે અમુક ઈતિહાસકારોએ સુભાષચંદ્ર બોઝ, બિરસા મુંડા અને તાતિયા ટોપે જેવી હસ્તીઓની ઉપસ્થિતિની ટીકા પણ કરી છે અને એક સુધારાનુ આહ્વાન કર્યુ છે. સરકારી વિભાગો દ્વારા સંકલિત સૂચિમાં જનસંઘના વિચારક નાનાજી દેશમુખ અને હિંદુ મહાસભા પણ શામેલ છે.

આઈસીએચઆરના નિર્દેશક ઓમ જી ઉપાધ્યાયે કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં 75 સપ્તાહના લાંબા કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવને મનાવવા માટે લીલી ઝંડી બતાવી તો તેમણે યજુર્વેદના એક શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો. આના માધ્યમથી પ્રધાનમંત્રીએ સંદેશ આપ્યો કે છેલ્લા સાત દશકોમાં આપણે એ લોકોને મનાવવાના અમુક મોકા ગુમાવ્યા છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા માટે હજુ સુધી કોઈ પાવતી મળી નથી. માટે આ વર્ષે અમે આપણા ગુમનામ નાયકોને જીવનનો જશ્ન મનાવવા માટે એક ત્રિ-સ્તરીય કાર્યક્રમની યોજના બનાવી છે.

146 નામોની યાદી વિશે આઈસીએચઆરના નિર્દેશક ઓમ જી ઉપાધ્યાયે કહ્યુ કે આમાં નાની જનજાતિઓના આંકડા પણ શામેલ છે. સૂચિમાં ઘેલુભાઈ નાયક, કૃષિ અર્થશાસ્ત્રી મોહનલાલ લલ્લુભાઈ દંતવાલા, જનસંઘના પૂર્વ વિચારક નાનાજી દેશમુખ અને કમ્યુનિસ્ટ નેતા રવિ નારાયણ રેડ્ડી જેવા ગાંધીવાદી છે.

English summary
75th Independence Day: Central Govt plans to honour ‘unsung' freedom fighters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X