For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશમાં તિતલી વાવાઝોડાંનો તાંડવ, 8 લોકોનાં મોત

આંધ્ર પ્રદેશમાં તિતલી વાવાઝોડાંનો તાંડવ, 8 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

શ્રીકાકુલમઃ ચક્રવાતી તોફાન તિતલીએ વિકરાટ રૂપ ધારણ કરી લીધું છે અને તોફાન આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા પહોંચી ગયું છે. તિતલી વાવાઝોડાએ આંધ્ર પ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગર જિલ્લામાં વાવાઝોડાંને પગલે 8 લોકોના જીવ ગયા. આ જિલ્લાઓમાં વીજળી ચાલી ગઈ છે. આ તોફાનને કારણે રાજ્યના તટીય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે જેને લઈને હવામાન ખાતાએ અલર્ટ જાહેર કરી દીધું છે.

titli

તિતલી તોફાનને કારણે પરિવહન પણ અસરગ્રસ્ત થયું છે. ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ જતી કેટલીય ટ્રેનો રદ કરી દેવામાં આવી છે જ્યારે કેટલીય ટ્રેનોના રૂટ પણ બદલવો પડ્યો છે. ટ્રેન નંબર 12733 શાલીમાર-સિકંદરાબાદ એસી એક્સપ્રેસ કેન્સલ કરી દેવામાં આવી છે. હાવડા-ચેન્નઈ મેલ રાત્રે 11 વાગીને 45 પર ઉપડવાને બદલે સવારે 8 વાગ્યે ચાલી. રાત્રે 10 વાગ્યા બાદ ઓરિસ્સાના ખુર્દા અને વિજયનગર વચ્ચે ચાલતી કેટલીય ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી.

ઓરિસ્સામાં ગંજામના ગોપાલપુરની પાસે તિતલી ચક્રવાતને કારણે સવારે 5 વાગીને 30 મિનિટ પર ભૂસ્ખલન થયું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 10,000 લોકોને બુધવારે રાત્રે સરકારી આશ્રયમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બંગાળની ખાડીથી ઉઠેલ આ ચક્રવાત તિતલી ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશને ચપેટમાં લઈ ઝારખંડના પશ્ચિમ વિસ્તારમાં પણ વાવાઝોડાંની અસર જોવા મળી છે.

આ પણ વાંચો- આખરે આટલા વિનાશકારી વાવાઝોડાનું નામ 'તિતલી' કેમ પડ્યું?

English summary
Cyclone Titli: 8 people died in Srikakulam and Vijayanagaram districts of Andhra Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X