શ્રીનગરમાં અથડામણ જારી, 8 પોલીસ જવાનો ઘવાયા

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર શહેરના મધ્યમાં આવેલા લાલ ચોકથી 10 કિલોમીટર દૂર અહમદનગર વિસ્તારમાં આતંકવાદી અને સુરક્ષાકર્મીઓની વચ્ચે અથડામણમાં એક આસિસ્ટન્ટ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'જ્યારે અમે અહમદ નગરના એક ઘરમાં તેને ઘેરી લીધે અને તેને આત્મસમર્પણ કરવાની માંગ કરી તો પાછળ છૂપાયેલા આતંકવાદીઓએ તેમની પર ગ્રેનેડ ફેંક્યા અને ઓટોમેટિક રાઇફલથી ગોળીબાર કર્યો.' પોલીસકર્મીઓને ગોળીબારીની વચ્ચે સ્થાનીક લોકોને ઘાયલ થવાથી બચાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તેમણે જણાવ્યું કે અભિયાનની શરૂઆત પહેલા આતંકવાદીઓએ જે ઘરમાં શરણ લીધી હતી, તેના આસપાસના ઘરોને સુરક્ષીત ખાલી કરાવી લેવામાં આવ્યા હતા. આખી રાત થોડી-થોડીવાર ગોળીબાર ચાલતો રહ્યો પરંતુ ગુરુવારે સવારથી જ વિસ્તારમાં ગોળીબારનો કોઇ અવાજ નથી સંભળાયો. અધિકારીએ જણાવ્યું કે 'હવે અમે આખા વિસ્તારની તપાસ કરી રહ્યા છે.'












Click it and Unblock the Notifications
