ચેન્નઈઃ 8 વર્ષનો બાળક જાણે છે 106 ભાષાઓ, ટેલેન્ટ જોઈને ચોંક્યા લોકો

કોઈ પણ માહિતી માટે લોકો આજકાલ ગૂગલનો ઉપયોગ કરે છે પરંતુ તમિલનાડુના ચેન્નઈનો એક 8 વર્ષનો બાળક ગૂગલની મદદથી 106 ભાષાઓ શીખી ચૂક્યો છે.

કોઈ પણ માહિતી માટે લોકો આજકાલ ગૂગલનો ઉપયોગ કરે છે પરંતુ તમિલનાડુના ચેન્નઈનો એક 8 વર્ષનો બાળક ગૂગલની મદદથી 106 ભાષાઓ શીખી ચૂક્યો છે. બાળક 106 ભાષાઓ લખી અને વાંચી શકે છે જ્યારે 10 ભાષાઓ એવી છે જેને બોલી પણ શકે છે. નીલ નામના બાળકે આ બધી ભાષાઓ ઈન્ટરનેટ પરથી શીખીને લોકોને ચોંકાવી દીધા છે. બાળક પોતાની આ પ્રતિભાના કારણે ઘણો પ્રસિદ્ધ થઈ ગયો છે.

જાણે છે ઈન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ

જાણે છે ઈન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ

આ બાળક ઈન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ (IPA) પણ જાણે છે. તે કોઈ પણ ભાષાના શબ્દને પ્રોનાઉન્સ કરવાની મેથડ છે. નીલે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ કે મને ખબર નથી કે અલગ અલગ ભાષાઓ શીખવાની ઈચ્છા મારા કેવી રીતે આવી. હું 10 ભાષાઓ સરસ રીતે બોલી શકુ છુ અને અત્યારે 5 અન્ય ભાષાઓ બોલતા શીખી રહ્યો છુ.

પુત્રની પ્રતિભા જાણીને ચોંકી ગયા પિતા

પુત્રની પ્રતિભા જાણીને ચોંકી ગયા પિતા

નીલના પિતા શંકર નારાયણન પોતાના બાળકની આ પ્રતિભા વિશે જાણીને ચોંકી ગયા. તેમણે જણાવ્યુ કે ગયા વર્ષથી પુત્ર નવી ભાષાઓમાં રસ દાખવવા લાગ્યો. તે બધી ભાષાઓ ખૂબ ઝડપથી શીખવા લાગ્યો તો અમે ચોંકી ગયા. આજે તે 106 ભાષાઓ લખતા અને વાંચતા જાણે છે.

મેમરી માટે પ્રસિદ્ધ છે ગૂગલ બૉય

મેમરી માટે પ્રસિદ્ધ છે ગૂગલ બૉય

નીલની જેમ વિશ્વભરમાં કૌટિલ્ય પંડિત નામના બાળકે પણ ખૂબ નામ કમાયુ છે. બાળક પોતાની તેજ મેમરી માટે ઓળખાય છે. તેને વિશ્વના દરેક ખૂણા વિશેનીમ માહિતી છે. આ બાળક રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિમાં પણ પહોંચ્યો હતો અને લોકોને પોતાની બુદ્ધિથી ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત પણ ઘણી વાર આવા બાળકો જોવા મળે છે જે એક્સ્ટ્રાઑર્ડિનરી કહી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X