ભારતમાં કોવિડ-19ના દર્દીનો આંકડો 60 લાખને પાર, 24 કલાકમાં 82 હજાર નવા કેસ નોંધાયા
ભારતમાં કોવિડ-19ના દર્દીનો આંકડો 60 લાખને પાર, 24 કલાકમાં 82 હજાર નવા કેસ નોંધાયા
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથી લઈ રહ્યો. ભારતમાં કોવિડ 19ના દર્દીનો આંકડો 60 લાખને પાર પહોંચી ચૂક્યો છે. કોરોના સંક્રમણના 60 લાખ દર્દીનો આંકડો પાર કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. અમેરિકા પહેલો દેશ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં 81270 નવા મામલા પ્રકાશમાં આવ્યા છે. આની સાથે જ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 60,74,702 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 1039 લોકોના વાયરસના કારણે મોત થયાં છે. અત્યાર સુધી કુલ 95542 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

જો કે રાહતની વાત એ છે કે દેશમાં 50 લાખથી વધુ લોકોના કોરોના વાયરસને માત આપવામાં સફળ થયા છે. આંકડા મુજબ અત્યાર સુધી કુલ 50,16,520 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 74,893 દર્દી ઠકી થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 9,62,640 છે.
દેશમાં કોરોના રિકવરી રેટ 82.58 ટકા પર છે. જ્યારે એક્ટિવ દર્દી 15.84 ટકા અને ડેથ રેટ 1.57 ટકા છે. કુલ ટેસ્ટમાં સંક્રમિત દર્દી નીકળવાનો દર એટલે કે પોઝિટિવ રેટ 11.58 ટકા છે. આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 7,09,394 ટેસ્ટ થયા. અત્યાર સુધી 7,19,67,230 નમૂનાનું પરી7ણ કરવામાં આવી ચૂક્યું છે.












Click it and Unblock the Notifications
