MCD માં કચરો ઉપાડવાના નામે 84 કરોડનું કૌભાંડ કરાયુ-AAPનો આરોપ
આમ આદમી પાર્ટીએ MCD પર કચરો ઉપાડવાના નામે 84 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે જણાવ્યું કે, ભાલવાના કચરાના ડુંગરમાંથી કચરો ઉપાડવા માટે આ ઉચાપત કરવામાં આવી હતી.
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ MCD પર કચરો ઉપાડવાના નામે 84 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે જણાવ્યું કે, ભાલવાના કચરાના ડુંગરમાંથી કચરો ઉપાડવા માટે આ ઉચાપત કરવામાં આવી હતી. આ બાબતની તપાસ થવી જોઈએ, ભાજપના નેતાઓની ભાગીદારી વિના આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય નથી.

દુર્ગેશ પાઠકે કહ્યું કે, ભાજપે કચરો ઉપાડવા માટે ફેબ્રુઆરી 2020માં એક કંપનીને 3,250 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનું ટેન્ડર આપ્યું હતું. નિયમ મુજબ ટ્રકોમાં જીપીએસ લગાવવાના હતા પરંતુ કંપનીએ ના પાડી દીધી હતી. ત્યારબાદ ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. બાદમાં નવી કંપનીને માત્ર 400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનના ભાવે ટેન્ડર આપવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં જૂની કંપનીએ ત્રણ લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કર્યું હતું.
આ મુજબ 84 કરોડનું કૌભાંડ થયું છે. પાઠકે સવાલ કર્યો હતો કે જ્યારે કચરો ઉપાડવા માટે 400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનું ટેન્ડર શક્ય હતું તો 3250 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનું ટેન્ડર શા માટે આપવામાં આવ્યું? પાઠકે પાર્ટી હેડક્વાર્ટર ખાતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે.
ભાજપે દુર્ગેશ પાઠકના આરોપને ફગાવી દીધો છે. ભાજપે આમ આદમી પાર્ટી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હી સરકારના દરેક વિભાગમાં મજબૂત પુરાવા સાથે કૌભાંડનો પર્દાફાશ થવાને કારણે આમ આદમી પાર્ટીએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે.
રાજ્ય ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું છે કે, AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠક દરેક વખતે MCD પર આરોપ લગાવે છે, પરંતુ તે આરોપ પાયાવિહોણા નીકળે છે. કચરો ઉપાડવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ પાયાવિહોણો છે. જો કોઈપણ કંપની નિયમો અને શરતોનો ભંગ કરશે તો તેનું ટેન્ડર રદ કરવામાં આવશે. જો ટેન્ડર ભરતી વખતે સૌથી ઓછી રકમનું ટેન્ડર મળ્યું હોય તો તે ભ્રષ્ટાચારની નહીં પણ ખુશીની વાત છે.












Click it and Unblock the Notifications
