NIAના રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો, કેરળ પોલીસના 873 અધિકારીઓનુ PFI સાથે કનેક્શન
કેરળ પોલીસને લઈને એક મોટો ખુલાસો થયો છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કેરળ પોલીસના 873 કર્મચારીઓ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે કનેક્શન ધરાવે છે. ઈન્ટેલિજન્સ બ્યુરોએ આ અંગે કેરળના પોલીસ મહાનિર્દેશકન
કેરળ પોલીસને લઈને એક મોટો ખુલાસો થયો છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કેરળ પોલીસના 873 કર્મચારીઓ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે કનેક્શન ધરાવે છે. ઈન્ટેલિજન્સ બ્યુરોએ આ અંગે કેરળના પોલીસ મહાનિર્દેશકને રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટ અનુસાર કેરળ પોલીસના 873 અધિકારીઓ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંબંધ ધરાવે છે.

IBના રિપોર્ટ અનુસાર સબ-ઈન્સ્પેક્ટર અને સ્ટેશન હેડ ઓફિસર અને સિવિલ પોલીસના રેન્કના અધિકારીઓ કેન્દ્રીય એજન્સીના રડાર હેઠળ છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ હવે આ અધિકારીઓના નાણાકીય વ્યવહારોની વિગતો એકત્રિત કરી રહી છે, જેથી પીએફઆઈ કનેક્શનને શોધી શકાય.
કેરળ પોલીસ અધિકારીઓ સામે આરોપ એ છે કે તેઓએ દરોડાના સંબંધમાં ઘણી માહિતી લીક કરી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં થોડુપુઝાના કરીમન્નૂર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક સિવિલ પોલીસ અધિકારીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતાઓની વિગતો પીએફઆઈને કથિત રીતે લીક કરવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. એક SI સહિત ત્રણ પોલીસકર્મીઓની મુન્નાર પોલીસ સ્ટેશનમાંથી સમાન આરોપમાં બદલી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે PFI પર પ્રતિબંધ લાદવામાં આવ્યા તે પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સિવાય અન્ય એજન્સીઓએ 22 સપ્ટેમ્બરે 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસ એજન્સીઓના PFI અને તેની સાથે જોડાયેલા સંગઠનો વિરુદ્ધ પુરાવા મળ્યા હતા. આ પછી કેન્દ્રીય એજન્સીઓએ 9 રાજ્યોમાં પણ PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડાના પ્રથમ રાઉન્ડમાં, 106 અને દરોડાના બીજા રાઉન્ડમાં, PFI સાથે સંકળાયેલા 247 લોકોની ધરપકડ/અટકાયત કરવામાં આવી હતી. દરોડામાં, તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા હતા, જેના પછી ગૃહ મંત્રાલયે PFI અને તેની 8 સંસ્થાઓ પર દેશભરમાં પ્રતિબંધ મૂક્યો છે.












Click it and Unblock the Notifications
