કોહિમા, 5 જાન્યુઆરીઃ ભાગ્યેજ ચર્ચામાં આવતું રાજ્ય નાગાલેન્ડ અચાનક ચર્ચામાં આવી ગયુ છે. જી હાં, નાગાલેન્ડમાં થયેલા કત્લેઆમની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે અને સનસની ફેલાઇ છે. આસામ નજીક આવેલા નાગાલેન્ડના દીમાપુર જિલ્લામાં એક ખાડામાંથી 9 મૃતદેહ મળી આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ મૃતદેહોને આંખો પર પટ્ટી બાંધેલી છે, હાથ પાછળની તરફ બાંધેલા છે. તેમજ તેમને ઘણી જ નજીકથી માથાના ભાગે ગોળી મારવામાં આવી છે. પોલીસેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ગત રાત્રે ચુકુકેડિમા પાસે નવ મૃતદેહો મળ્યા. મૃતદેહોને પોલીથીનથી ઢાંકી દેવામાં આવ્યા હતા અને તેમના પર કેટલાક પથ્થરો મુકી દેવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મૃતદેહોની ઓળખ આસામમાં બોકાજનમાંથી લાપતા થયેલા છાત્ર નેતાના રૂપમાં થઇ છે. અન્ય મૃતદેહોની ઓળખ પણ બાકી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર હત્યા લગભગ એક અઠવાડિયા પૂર્વે થયો છે, કારણ કે મૃતદેહો સંપૂર્ણપણે સડી ચૂક્યા છે. આ કારણે પોલીસને ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસે જણાવ્યુ કે અહીંથી પસાર થઇ રહેલા કેટલાક મજૂરોને ગંધ આી અને તેમણે તેની સૂચના આપી.પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ મૃતદેહનો કબજો લેવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. દીમાપુરના એસડીપીઓ રેલોએ જણાવ્યુ કે, એક મૃતદેહની ઓળખ કરબી છાત્ર સંઘના બોકાજન શાખાના સચિવ હરલોંગબી ઇંગતી તરીકે થઇ છે. મૃતદેહ મળ્યાની સૂચના મળતા દીમાપુરથી આવેલા ઇંગતીના ભાઇએ તેની ઓળખ કરી લીધી છે. રેલો અનુસાર ઇંગતીના પરિવારજનોએ બોકાજન પોલીસ મથકમાં એક જાન્યુઆરીએ તે લાપતા થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે 28 ડિસેમ્બરથી ઘરે પરત ફર્યો નહોતો.