For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહતના સમાચારઃ અહીં કોરોના વાયરસના 10 દર્દીમાંથી 9 સાજા થયા, કોઈ નવો કેસ નહિ

હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં વધીને લગભગ 1834 થઈ ગઈ છે. વળી, આનાથી સંક્રમિત થયેલા લગભગ 41 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. અહીં કોરોના વાયરસના 10 સંક્રમિત દર્દીઓમાંથી 9 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જો કે ડૉક્ટરોએ આ દર્દીઓને સાવચેતી રૂપે આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. સાથે જ 10 કેસો બાદ અહીં કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

13 દર્દીઓને રજા અપાઈ

13 દર્દીઓને રજા અપાઈ

હરિયાણામાં બુધવારે કોરોના વાયરસ સાથે જોડાયેલ કોઈ પણ પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી. વળી, વાત કરીએ ગુરુગ્રામની તો અહીં અત્યાર સુધી 10 દર્દી કોરોના પૉઝિટીવ જોવા મળ્યા હતા. આમાંથી 9 દર્દી સાજા થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. વળી, રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 29 સંક્રમિત દર્દી મળ્યા છે જેમાંથી 13ને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. 16 સંક્રમિત દર્દી હજુ પણ હોસ્પિટલમાં ભરતી છે.

ગૃહમંત્રી અનિલ વિજે કહી આ વાત

ગૃહમંત્રી અનિલ વિજે કહી આ વાત

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે બુધવારે કહ્યુ કે દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં શેલ થનાર 72 વિદેશીઓ સહિત 503 લોકો રાજ્યમાં હોવાનુ માલુમ પડ્યુ છે. વિજે કહ્યુ કે હરિયાણા પોલિસે ગુડગાંવ અને અંબાલા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ઈજ્તિમાંથી પાછા આવેલા લોકો વિશે માલુમ પડ્યુ છે ત્યારબાદ આરોગ્ય વિભાગનુ દળ સક્રિય થઈ ગયુ છે. આ તરફ હરિયાણામાં બુધવારે કોરોના સંક્રમણ સાથે જોડાયેલ કોઈ પણ કેસ પૉઝિટીવ આવ્યો નથી.

રાજ્યમાં આ છે સ્થિતિ

રાજ્યમાં આ છે સ્થિતિ

ગુરુગ્રામમાં મરકજથી પાછા આવેલા લોકોના સંપર્કમાં આવનાર 37 લોકોને પણ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. આ દરમિયાન અંબાલા અને પલવલમાં વિદેશી નાગરિક પણ મળ્યા છે, જેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. હરિયાણામાં અત્યાર સુધી કોરોના 29 કેસ પૉઝિટીવ મળ્યા છે. સૌથી વધુ 10 ગુરુગ્રામથી છે ત્યારબાદ પાનીપતમાં ચાર, ફરીદાબાદમાં છ, સિરસામાં ત્રણ, પંચકૂલામાં બે, અંબાલા, પલવલ, સોનીપત અને હિસારમાં 1-1 સંક્રમિત મળ્યા.

આ પણ વાંચોઃ મુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોતઆ પણ વાંચોઃ મુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોત

English summary
9 patients of Coronavirus recover in Gurugram, Hariyana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X