For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મરી પરવારી માનવતા, 90 વર્ષની વૃદ્ધા પર રેપ કરી ઢોર માર માર્યો

દેશની રાજધાની દિલ્લીમાં એક હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં એક હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીંના નઝફગઢના છાવલા વિસ્તારમાં 90 વર્ષની વૃદ્ધ મહિલા સાથે રેપની ઘટના થઈ અને બાદમાં મારપીટ પણ કરવામાં આવી. પીડિત વૃદ્ધ મહિલાના જણાવ્યા મુજબ સાંજના લગભગ 5 વાગે તે પોતાના ઘરની બહાર દૂધવાળાની રાહ જોઈ રહી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યુ કે આજે દૂધવાળો નહિ, તે દૂધવાળા પાસે લઈ જશે. વૃદ્ધ મહિલા એ વ્યક્તિની વાતોમાં આવી ગઈ અને તેની સાથે રેવલા ખાનપુર ફાર્મમાં ગઈ. ત્યાં તે વ્યક્તિ એક વિકૃત દરિન્દો બની ગયો. તેણે વૃદ્ધ મહિલા પર બેરહેમીથી બળાત્કાર કર્યો. જ્યારે મહિલાએ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપીએ તેમની સાથે મારપીટ પણ કરી. મહિલા દર્દથી તડપતી રહી અને એ વ્યક્તિ પાસે રહેમની ભીખ માંગતી રહી.

વૃદ્ધ મહિલા ચીસો પાડતી રહી..

વૃદ્ધ મહિલા ચીસો પાડતી રહી..

પીડિત મહિલાને આરોપીએ કહ્યુ કે તે એની દાદીની ઉંમરની છે પરંતુ તેણે તેમનુ કંઈ ન સાંભળ્યુ. વૃદ્ધ મહિલાની ચીસો સાંભળીને ગામના અમુક લોકો મદદ માટે ઘટના સ્થળે જઈ પહોંચ્યા અને આરોપીને પકડી લીધો. ત્યારબાદ પોલિસને સૂચના આપી. ઘટનાની માહિતી મળતા સ્થળ પર પહોંચેલી છાવલા પોલિસ સ્ટેશનની પોલિસે મહિલાનુ મેડિકલ કરાવ્યુ અને તેમના નિવેદન પર કેસ નોંધીને આરોપી યુવક સોનુની ધરપકડ કરી લીધી.

અવાજ સાંભળીને લોકો પહોંચ્યા

અવાજ સાંભળીને લોકો પહોંચ્યા

દૂર્ઘટના સમયે પસાર થઈ રહેલા લોકોએ વૃદ્ધ મહિલાની ચીસો સાંભળી તો ફાર્મ બાજુ દોડ્યા. જ્યાં લોકોએ જોયુ કે આરોપી મહિલાની મારપીટ કરી રહ્યો હતો. લોકોએ તરત જ આરોપીને પકડી પાડ્યો અને મામલાની સૂચના પોલિસને આપી. ઘટના સ્થળે પહોંચી પોલિસે પીડિતાના પરિજનોને મામલાની સૂચના આપી અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં ડૉક્ટરોએ તેમનો ઈલાજ શરૂ કર્યો. પોલિસે મહિલાના નિવેદન પર દુષ્કર્મની કલમોમાં કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

મહિલા પંચે કહ્યુ - ન્યાય અપાવીને રહીશુ

મહિલા પંચે કહ્યુ - ન્યાય અપાવીને રહીશુ

મહિલા પંચ(DCW)ની ટીમ ઘટનાની સૂચના મળતા જ પીડિત મહિલા સાથે છે અને તેમની મદદ કરી રહ્યા છે. પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને મેમ્બર વંદના સિંહે મંગળવારે સાંજે મહિલાના ઘરે જઈને તેમની મુલાકાત લીધી. મહિલાને મળ્યા બાદ સ્વાતિ માલીવાલે કહ્યુ, '6 મહિનાની બાળકીથી લઈને 90 વર્ષની વૃદ્ધ મહિલા સુધી કોઈ પણ સુરક્ષિત નથી. આ ઉંમરમાં આ મહિલાને આ પ્રકારની યાતનાનો સામનો કરવો પડ્યો. એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ ઘટનાઓને અંજામ આપનાર લોકો માણસ નહિ જાનવર છે. હું વૃદ્ધ મહિલાને મળી છુ અને તેમને ન્યાય અપાવવાની જંગમાં સાથે રહીશુ.' તેમણે કહ્યુ કે કોઈ પણ સ્થિતિમાં આ સ્થિતિમાં 6 મહિનાની અંદર ફાંસી થવી જોઈએ.

લૉકડાઉન પ્રભાવિત સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પીએમ મોદીએ કરી વાતલૉકડાઉન પ્રભાવિત સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પીએમ મોદીએ કરી વાત

English summary
90 year old woman raped and thrashed in Delhi's Najafgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X