મશહૂર કથક નૃત્યાંગના સિતારા દેવીનું મુંબઇમાં નિધન
મુંબઇ, 25 નવેમ્બર: એક દુખદ સમાચાર કલા-સંસ્કૃતિ ક્ષેત્રમાંથી છે. પ્રસિદ્ધ કથક નૃત્યાંગના સિતારા દેવીનું સોમવારે મોડી રાત્રે મુંબઇના જસલોક હોસ્પિટલમાં નિધન થઇ ગયું. તે 94 વર્ષની હતી અને ગત બે દિવસોથી વેંટીલેટર પર હતી. આ વાતની જાણકારી તેમના જમાઇએ મીડિયાને આપી હતી.
તમને જણાવી દઇએ કે મશહૂર કથક ડાંસરના રૂપમાં વિખ્યાત સિતારા દેવીએ 1920માં બ્રાહ્મણ કથક નર્તક સુખદેવ મહારાજના ત્યાં કલકત્તામાં ધનલક્ષ્મીના રૂપમાં જન્મ લીધો હતો. ત્યારબાદ તેમનો પરિવાર મુંબઇ જતો રહ્યો, જ્યાં તેમણે ત્રણ કલાકના એકલ ગાયનથી નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને પ્રભાવિત કર્યા હતા.

બૉલીવુડમાં કથક નૃત્ય કલાને લાવવાનો શ્રેય તેમને જ જાય છે. તેમણે સંગીત નાટક અકાદમી પુરસ્કાર, પદ્ય શ્રી અને કાલિદાસ સંમાન સહિત ઘણા ગૌરવપૂર્ણ પુરસ્કાર મળી ચૂક્યાં છે. સિતારા દેવીના જવાથી નિશ્વિતપણે સંગીત અને કલા ક્ષેત્રમાં એક મોટું નુકસાન થયું છે. સરસ્વતીની આ મહાન ઉપાસકના નિધન પર વનઇન્ડિયા પરિવાર પણ શોક વ્યક્ત કરે છે.
સિતારા દેવીએ ઘણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેમની ફિલ્મોમાં શહેર કા જાદૂ (1934), જજમેંટ ઑફ અલ્લાહ (1935), નગીના, બાગબાન, વતન (1938), મેરી આંખે (1939), હોલી, પાગલ, સ્વામી (1941), રોટી (1942), ચાંદ (1944), લેખ (1949), હલચલ (1950), અને મધર ઇંડિયા (1957) મુખ્ય છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>PM has condoled the passing away of noted Kathak dancer Sitara Devi. PM also recalled her rich contribution to Kathak.</p>— PMO India (@PMOIndia) <a href="https://twitter.com/PMOIndia/status/537082257626787840">November 25, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>











Click it and Unblock the Notifications
