For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

97 ટકા મહિલાઓ શોષણ અને છેડતીનો ભોગ

|
Google Oneindia Gujarati News

women
મુંબઇ, 4 જાન્યુઆરી : મહિલાઓની છેડતી અને શોષણને ગંભીરતાથી લેતા બોમ્બે હાઇ કોર્ટે આજે સૂચન કર્યું હતું કે "મહારાષ્ટ્ર સરકારે સંસદમાં કાયદામાં સુધારો કરવામાં આવે તેની રાહ જોવી જોઇએ નહીં. આ પ્રકારની સમસ્યાઓ માટે તેણે જાતે જ ફેરફાર કરવા જોઇએ."

એક એનજીઓના સર્વેક્ષણ અનુસાર 15 વર્ષની વયથી વધારે ઉંમરની 97 ટકા મહિલાઓ જાતીય શોષણ અથવા છેડતીનો ભોગ બનેલી હોય છે.

કોર્ટના જસ્ટિસ શાહે જણાવ્યું કે "તમિલનાડુ સરકારે મહિલાઓની છેડતી રોકવા અંગે તાજેતરમાં કાયદો પસાર કર્યો છે. મહારાષ્ટ્ર પણ તેમ કરીને નવું ઉદાહરણ સ્થાપિત કરી શકે છે." કોર્ટે જણાવ્યું કે "મહારાષ્ટ્રની ગણના પ્રગતિશીલ રાજ્ય તરીકે થાય છે. જો આઇપીસીની 354, 506 અને 509 જેવી કલમો લગાવવામાં આવે તો અને તેમને બિનજામીનપાત્ર બનાવવામાં આવે તો તે કડક કાયદા જેવી સાબિત થશે. કારણ કે જો ગુનો જામીનપાત્ર હોય તો દોષિત એમ વિચારે છે કે પછી છૂટી જ જવાશે."

કોર્ટની એક બેંચ મુંબઇ સ્થિત એનજીઓ હેલ્પ મુંબઇ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનવણી કરી રહી હતી. એનજીઓએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું હતું કે 15 વર્ષની વયથી વધારે ઉંમરની 97 ટકા મહિલાઓ જાતીય શોષણ અથવા છેડતીનો ભોગ બનેલી હોય છે.

English summary
97 percent women are abused, teased.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X