13 વર્ષના સગીરે કરી મા સહિત 4 લોકોની હત્યા, કારણ જાણીને ચકરાઇ જશે મગજ

ત્રિપુરાના કમાલપુર દુરઇમાં એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક 13 વર્ષીય સગીરે કથીતરૂપે તેની માતા, 10 વર્ષીય બહેન, 70 વર્ષના દાદા અને એક પાડોશીની હત્યા કરી હતી. આ સગીરના ઘરમાં બનેલા કુવામાંથી મૃતદેહો મળ્યા છે.

ત્રિપુરાના કમાલપુર દુરઇમાં એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક 13 વર્ષીય સગીરે કથીતરૂપે તેની માતા, 10 વર્ષીય બહેન, 70 વર્ષના દાદા અને એક પાડોશીની હત્યા કરી હતી. આ સગીરના ઘરમાં બનેલા કુવામાંથી મૃતદેહો મળ્યા છે. 13 વર્ષીય સગીર પર પોતાના જ પરિવારના ચાર લોકોની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓને પણ આ બાબતનું આશ્ચર્ય છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને સગીરની અટકાયત કરી લેવામાં આવી છે.

4 લોકોની હત્યાનો આરોપી સગીર છે

4 લોકોની હત્યાનો આરોપી સગીર છે

કમાલપુર દુરાઈમાં 13 વર્ષના સગીર પર તેની માતા, બહેન, દાદા અને પાડોશીની હત્યા કરવાનો આરોપ છે. આ સાથે પોલીસે સગીરના ઘરમાં બનાવેલા કૂવામાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ હત્યા

તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ હત્યા

સગીર પર તેની માતા, 10 વર્ષની બહેન અને 70 વર્ષીય દાદાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવાનો આરોપ છે. આ સાથે 13 વર્ષના સગીરપર પાડોશીની હત્યા કરવાનો પણ આરોપ છે. રવિવારે રાત્રે લગભગ 11 કલાકે સ્થાનિક લોકોએ સગીરના ઘરના કૂવામાં મૃતદેહ જોઈનેપોલીસને બોલાવી હતી.

સામે આવ્યો કિસ્સો

સામે આવ્યો કિસ્સો

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમણે જોયું કે, કૂવામાં 4 લોકોના મૃતદેહ પડેલા હતા. સગીરની ગેરહાજરી જોઈને સ્થાનિક લોકોએપોલીસને જણાવ્યું કે, સાંજના સમયે તેમના ઘરમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હતો. તેમના ઘરમાં રોજેરોજ ઝઘડા થતા હતા, તેથીસ્થાનિક લોકો તેની પરવા કરતા ન હતા, પરંતુ રાત્રે દરમિયાન કુવામાંથી મૃતદેહ મળી આવતા તમામના હોશ ઉડી ગયા હતા.

જે બાદ પોલીસે આરોપી સગીરને રાત્રે જ પકડી લીધો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સગીર ડ્રગ્સના પૈસા માટે પરિવારના સભ્યો સાથેઝઘડો કરતો હતો. આ અગાઉ ઓનલાઈન ગેમિંગમાં પણ સગીર ઘણા પૈસા ગુમાવી ચૂક્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X