For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદીગઢમાં કોરોનાનો પહેલો કેસ, 23 વર્ષની મહિલાનો રિપોર્ટ આવ્યો પૉઝિટીવ

દીગઢમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષની એક મહિલા કોરોના પૉઝિટીવ જોવા મળી છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા 8 હજારથી વધુ થઈ ગઈ છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 150 સુધી પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે ભારતમાં ત્રણ લોકો મોતના શિકાર થઈ ચૂક્યા છે. વળી, ચંદીગઢમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષની એક મહિલા કોરોના પૉઝિટીવ જોવા મળી છે. તે હાલમાં જ યુનાઈટેડ કિંગડમથી પાછી આવી હતી. આરોગ્ય વિભાગ અનુસાર પીજીઆઈના વાયરોલૉજી ડિપાર્ટમેન્ટમમાં થયેલી તપાસમાં દર્દીનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.

ચંદીગઢમાં કોરોના વાયરસનો પહેલો પૉઝિટીવ કેસ

ચંદીગઢમાં કોરોના વાયરસનો પહેલો પૉઝિટીવ કેસ

ચંદીગઢ નિવાસી મહિલાને શરદી ખાંસીની ફરિયાદ પર જીએમસીએચમાં સોમવારે ભરતી કરવામાં આવી હતી જ્યાં તપાસમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ, હાલમાં હવે તેની હાલત સામાન્ય છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવાથી એક રીતે દેશની ગતિમાં બ્રેક લાગી ગઈ છે.

પીએમ મોદી કરશે દેશનો સંબોધિત

પીએમ મોદી કરશે દેશનો સંબોધિત

દિલ્લી, પટના, મુંબઈ, ગુરુગ્રામ સહિત ઘણા અન્ય શહેરોમાં સાર્વજનિક સ્થળો, મૉલ-મલ્ટીપ્લેક્સ, થિયેટરો, બજાર અને મંદિર બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. કોરોના વાયરસને જોતા આજે પીએમ મોદી દેશને પણ સંબોધિત કરશે.

ભારત સરકારે જારી કરી છે એડવાઈઝરી

ભારત સરકારે જારી કરી છે એડવાઈઝરી

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ભારત સરકારે પણ એડવાઈઝરી જારી કરી છે. સરકારે ભારતીયોને વિદેશ ન જવાની સલાહ આપી છે જ્યારે 15 એપ્રિલ સુધી વિદેશથી ભારત આવનારાના વિઝાને રદ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે સંપૂર્ણપણે સાવચેતી રાખો કારણકે સાવચેતી જ બચાવ છે.

આ વાતોનુ રાખો ધ્યાન

આ વાતોનુ રાખો ધ્યાન

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.
હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે.
ભીડવાળા વિસ્તારમાં જવાનુ ટાળો.
જે લોકોને શરદી કે ખાંસી હોય તેમના સંપર્ક ન આવો.
પોતાના નાક-મોઢા અને આંખોને વારંવાર ટચ ન કરો.
જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.
ખાંસતી કે છીંકતી વખતે રૂમાલ કે ટિશ્યુ પેપર રાખો.

આ પણ વાંચોઃ Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિતઆ પણ વાંચોઃ Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત

English summary
A 23-year-old woman, who recently returned from England, has tested positive for novel coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X