મધ્યપ્રદેશના છતરપુરમાં 3 વર્ષની બાળકી બોરમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
આ મુદ્દે માહિતી આપતાં પોલીસ અધિક્ષક સચિન શર્માએ જણાવ્યું કે, છત્તરપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ લાલગુવાન પાલીમાં ત્રણ વર્ષની બાળકી નેન્સી વિશ્વકર્મા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ છે.
નવી દિલ્હી : મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બિજાવર તહસીલના લાલગુવાન ગામમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી રમતા રમતા બોરવેલમાં પડી હોવાનાી સમાચાર છે. બાળકી પરિવારના સભ્યોને ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પરિવારજનોને બોરમાંથી રડવાનો અવાજ સંભળાયો હતો.

બાળકી બોરમાં હોવાની જાણ થતા જ લોકો એકઠા થઈ ગયા હતા. બોરવેલમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ માહિતી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને આપી હતી. હાલ NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગી છે.
આ મુદ્દે માહિતી આપતાં પોલીસ અધિક્ષક સચિન શર્માએ જણાવ્યું કે, છત્તરપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ લાલગુવાન પાલીમાં ત્રણ વર્ષની બાળકી નેન્સી વિશ્વકર્મા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ છે. બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. પ્રશાસનની ટીમો લાલગુવાન પહોંચી ગઈ છે. બાળકી 30 ફૂટ ઉંડે ફસાઈ હોવાની આશંકા છે. બાળકીને બચાવવા અને તેને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે લગભગ છ મહિના પહેલા પણ છતરપુરના બસ સ્ટેન્ડ પાસે એક ખુલ્લા બોરવેલમાં એક બાળક ફસાઈ ગયું હતું, જેને બચાવી લેવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
