જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી પહેલુ મોત, 65 વર્ષના વૃદ્ધે તોડ્યો દમ, સંપર્કમાં આવનાર 4 લોકો પૉઝિટીવ

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે જણાવ્યુ કે શ્રીનગરમાં એક 65 વર્ષના વૃદ્ધનુ કોરોના વાયરસના કારણે મોત થયુ છે.

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે. ભારતમાં આની સામે લડવા મમાટે 21 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે જેનો આજે બીજો દિવસ છે. લૉકડાઉનના કારણે સામાન્ય લોકોને જરૂરી સામાનની મુશ્કેલી થઈ રહી છે. જો કે સરકાર તરફથી સતત મદદ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં કોવિડ-19થી 65 વર્ષના વૃદ્ધનુ મોત થઈ ગયુ છે અને ચોંકાવનારી વાત એ છે કે તેમના સંપર્કમાં આવનાર ચાર લોકો પણ સંક્રમિત થઈ ગયા છે.

rohit kansal

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી પહેલુ મોત થયુ છે. એએનઆઈના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે જણાવ્યુ કે શ્રીનગરમાં એક 65 વર્ષના વૃદ્ધનુ કોરોના વાયરસના કારણે મોત થયુ છે. આ વ્યક્તિના સંપર્કમાં આવનાર ચાર લોકો કોરોના ટેસ્ટમાં પૉઝિટીવ જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા વધીને હવે 12 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વવાયરસના દર્દીઓની સંખ્યા 600ને પાર

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 600ને પાર પહોંચી ગઈ છે અને અત્યાર સુધી 12 લોકોના મોત નીપજ્યા છે. પીએમ મોદીએ મંગળવારે રાતે લૉકડાઉનની ઘોષણા કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ કે આ લૉકડાઉન કર્ફ્યુ જેવુ જ હશે. જો કે જરૂરી સેવાઓની વસ્તુઓ પહેલાની જેમ ચાલતી રહેશે. આ વિશે ગૃહમંત્રાલયે છ પાનાંની ગાઈડલાઈન પણ જારી કરી છે.

કોરોના વાયરસથી બચવા માટે આ વાતોનુ રાખો ધ્યાન

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ.
હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
આના માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે.
ભીડવાળા વિસ્તારોમાં જવાનુ ટાળો.
જે લોકોને ખાંસી કે શરદી હોય તેમના સપર્કમાં ન આવો.
પોતાના નાક-મોઢુ અને આંખોને વારંવાર અડશો નહિ.
જો તમને ખાંસી, શરદી કે તાવ હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ.
ખાંસતી કે છીંકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખી લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X