લોકસભા ચૂંટણી વચ્ચે સોશિયલ મીડિયા પર છવાઈ ખૂબસૂરત હસીના, બીજેપી-કોંગ્રેસ સાથે છે ખાસ કનેક્શન

88 લોકસભા સીટો પર મતદાન પુર્ણ થઈ ગયુ છે. આ મતદાનમાં મતદારો અને નેતાઓ વચ્ચે એક યુવતી સોશિયલ મીડિયા પર છવાઈ છે.

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ઘણી હસ્તીઓ અને દિગ્ગજ નેતાઓ પોતાનો મત આપવા આવ્યા હતા. આ બધાની વચ્ચે એક સુંદર છોકરી પોતાનો વોટ આપવા આવી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Aishwarya DSK

કર્ણાટકની કનકપુરા લોકસભા સીટ પર મતદાન કરવા આવેલી આ સુંદર યુવતી ભાજપ અને કોંગ્રેસ બંને સાથે ઊંડી સંબંધ ધરાવે છે. આ સુંદર છોકરી બીજું કોઈ નહીં પણ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ડીકે શિવકુમારની પુત્રી ઐશ્વર્યા ડીકેએસ હેગડે છે. જે માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેના પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે પણ જાણીતી છે.

ઐશ્વર્યાના માત્ર કોંગ્રેસ જ નહીં બીજેપી સાથે પણ ખાસ સંબંધ છે
ઐશ્વર્યા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારની સૌથી મોટી પુત્રી અને બેંગલુરુમાં કેફે કોફી ડેના દિવંગત સ્થાપક વીજી સિદ્ધાર્થના પુત્ર અને બીજેપી નેતા એસએમ કૃષ્ણાના પૌત્ર અમર્ત્ય હેગડેની પત્ની છે.

ઐશ્વર્યાના પતિ અમર્ત્ય વીજી સિદ્ધાર્થ અને માલવિકા કૃષ્ણાના મોટા પુત્ર છે. ગયા વર્ષે તેના પિતાના અવસાન બાદ તે બિઝનેસ સંભાળી રહ્યા છે. કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થે જુલાઈ 2019 માં નાણાકીય કટોકટીમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી અને બે દિવસ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ડીકેની પુત્રી ઐશ્વર્યા ગ્લોબલ એકેડેમી ટેક્નોલોજીનું સંચાલન કરે છે, જે તેના પિતા દ્વારા સંચાલિત એન્જિનિયરિંગ કોલેજ છે.

જણાવી દઈએ કે આજે જ્યારે ડીકે શિવકુમારની પુત્રી વોટ આપવા આવી ત્યારે ઐશ્વર્યાએ કહ્યું કે ચૂંટણી એ દેશના ભવિષ્યની વાત છે જો દેશ આગળ વધશે તો હું કે અન્ય કોઈપણ વ્યક્તિ પ્રગતિ કરશે.

મીડિયાના આ સવાલના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું કે, મારો રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. હું એક શિક્ષણવિદ્ છું અને હું આમ કરીને ખુશ છું. દરેક વ્યક્તિએ ભારતને ગૌરવ અપાવવા માટે અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે અને હું તે ક્ષેત્રમાં કામ કરી રહી છું, મને નથી લાગતું કે મારે રાજકારણમાં આવવાની અત્યારે કોઈ જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X