For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરના સિધરા પુલ ચેકિંગ પોઇન્ટ પાસે થયો બોમ્બ બ્લાસ્ટ

જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારની સાંજે જમ્મુમાં સિધરા પુલ ચેકિંગ પોઇન્ટ પાસે એક શંકાસ્પદ વિસ્ફોટની સુચના મળી હતી. પોલીસે આ વાતની જાણકારી આપી છે. પોલીસની ટીમ આ ઘટના અંગે ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારની સાંજે જમ્મુમાં સિધરા પુલ ચેકિંગ પોઇન્ટ પાસે એક શંકાસ્પદ વિસ્ફોટની સુચના મળી હતી. પોલીસે આ વાતની જાણકારી આપી છે. પોલીસની ટીમ આ ઘટના અંગે ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

jammu

જમ્મુ અને કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મંગળવારની સાંજે સિધરા પુલ ચેકિંગ પોઇંટ પર બોમ્બ બ્લાસ્ટ જેવો પ્રચંડ અવાજ આવ્યો હતો. જે બાદ આ ઘટના અંગે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ જણાવ્યું હતું કે, આજે (7 ડિસેમ્બર) મોડી સાંજે સિધ્રા બ્રિજ ચેકિંગ પોઈન્ટ પાસે ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. આ બાબતની પુષ્ટિ કરવા માટે સ્થળ પર શોધખોળ કરવામાં આવી રહી છે. જેમ જેમ વિગતો મળશે એ મુજબ વધુ વિગતો શેર કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર દુર્ઘટના સમયે પુલ પર કોઈ હાજર ન હતું. એટલા માટે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્ફોટના સ્થળે એક ખાડો પડી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું કે, અવાજ ખૂબ જ પ્રચંડ હતો. એવું લાગે છે કે, આ આતંકવાદી હુમલો હતો, પરંતુ વિસ્ફોટ શા માટે થયો, તે વિશે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થશે. સાધનોના ટુકડાઓ આજે એકત્રિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર બ્લાસ્ટનું નિશાન સિધરા પુલ પર પોલીસ ચેકિંગ પોસ્ટ પણ હોય શકે છે.

English summary
A bomb blast took place near the Sidhra bridge checking point in Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X