West Bengal: જે મામલે તપાસ ચાલી રહી છે તે કાગળોમાં લગાવી આગ, આનન ફાનનમાં પહોચી CBI
પશ્ચિમ બંગાળમાં સાઉથ 24 પરગના જિલ્લામાં ભાનગર વિસ્તારમાં આગ લાગવાની ખબર બાદ સીબીઆઇની ટીમ એક્ટીવ થઇ હતી. મંગળવારે જ્યારે આગ લાગવાની ખબર આવી તો એ વાત સામે આવી કે, આ આગમાં ઘણા એવા કાગળ પણ સળગી શકે છે કે, જેની સીબીઆઇ તપાસ કરી રહી છે.

એટલુ જ નહી આગ લાગવાની ખબર સામે આવતા જ સીબીઆઇની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. સીબીઆઇની ટીમ સાથે સીઆરપીએફના જવાન પણ પહોચ્યા હતા. અને વિસ્તારને ખાલી કરાવ્યો હતો. જ્યાં સર્ચ ઓફરેશન ચાલી રહ્યુ હતુ.
સ્થાનિય લોકોના કહેવા અનુસાર અમુક લોકો કાગળ લઇને આવ્યા અને ત્યાર બાદ તેને અંહિયા ફેકી દિધા હતા. અને મોડી રાત્રે તેમાં આગ લીગાવી દિધી હતી. જાણકારો અનુસાર આ કાગળ પર સરકારી સ્ટેપ, બેંક ચેક હતા. આગને કાબુમાં લઇને કાગળને બચાવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્થાનીક લોકો એ વાતનો પણ અંદાજ લગાવી રહ્યા છે કે, આ સમગ્ર ઘટના પાછળ કોઇ રાજનીતિ હોઇ શકે છે. તો સીબીઆઇને શંકા છે કે જો કાગળને આગ લગાવામાં આવી તો તે પુરાવાને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેની સીબીઆઇ તપાસ કરી રહી છે .
જણાવી દઇએ કે, સીબીઆઇ ટીએમસીના બોલ્ક પ્રમુખ શાહજાહા મોલ્લાના ઠેકાણા પર સર્ચ કર્યુ હતુ. તેમની સામે શિક્ષણ ભર્તી કૌભાંડનો મામલે તપાસ થઇ રહી છે. સાથે જ સીબીઆઇ ટીમ એ તપાસ કરી રહી છે જે કાગળ સળગાવામાં આવ્યા છે. તે કૌભાંડ સાથે સંબંધિત છે.
સીબીઆઇની ટીમે પાર્સલ લેન્ડના માલિકને સમન પાઠવ્યુ છે, જ્યાં આગ લાગી હતી. માલિકની ઓળખ રાકેશ રોય ચોધરી તરીકે કરવામાં આવી છે. કૈનિંગ ઇસ્ટ ટીએમસી ધારાસભ્ય શૌકત મોલ્લાની પણ સીબીઆઇની ટીમે પુછપરછ કરી છે. મોલ્લાએ કહ્યુ કે, અમે તમામ જાણકારીને શેયર કરીશુ. અને સીબીઆઇને તપાસમાં મદદરુપ કરીશુ. આખરે કોણ છે આ ઘટના માટે જવાબદારી.
તો ભાજપના આઇટી સેલના ઇંચાર્જ અમિત માલવીયાએ કહ્યુ કે, બંગાળમાં કઇ તો ગડબડ થઇ રહી છે. ઇનપુટના આધાર પર સરકારી દસ્તાવેજોને એક બંધ કમ્પાઉન્ડમાં કાગળોને છેલ્લા બે દિવસથી સળગામાં રહ્યા છે. સીબીઆઇને થોડા આપત્તિ જનક દસ્તાવેજ મળ્યા છે. તેમા કેશ વાવઉચરનો પણ સામાવેશ થાય છે. જે તપાસનો વિષય છે. કોઇ તો ઘણુ ડરેલુ છે.












Click it and Unblock the Notifications
