કિસ આપવા ગર્લફ્રેન્ડે રાખી અજીબ શરત, બુરખો પહેરીને નીકળ્યો બૉયફ્રેન્ડ અને પછી જે થયું...

ગર્લફ્રેન્ડને કિસ કરવા બુરખો પહેરી ગયો પછી થયું કંઈક એવું..

ચેન્નઈઃ વેલેન્ટાઈન ડે પર એક 22 વર્ષના છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડ પાસે કિસની માંગ કરી લીધી, પરંતુ ગર્લફ્રેન્ડે તેને કહ્યું કે આ કિસ તેણે કમાવવી પડશે. છોકરાએ પૂછ્યું કે કેવી રીતે તો છોકરીએ તેની સામે શરત રાખી દીધી- રોયાપેટ્ટાહથી મરીના સુધી બુરખો પહેરીને જવું પડશે. જ્યાં તે તેના ઈનામનો ઈંતેજા કરશે. આઈટીઆઈમા ભણતો શક્તિવેલે કંઈ વિચાર્યા વિના જ બુરખો પહેરીને નીકળી પડ્યો. શંકાશીલ ચાલ જોઈ લોકોને તેના પર શક થઈયો અને જ્યારે લોકોએ તેને રોક્યો અને પૂછપરછ કરી ત્યારે તેનું જૂઠ પકડાઈ ગયું. જે બાદ લોકોએ તેની ભારે પીટાઈ કરી દીધી. પોલીસ આવ્યા બાદ જ્યારે છોકરાએ બુરખો પહેરવાનું કારણ બતાવ્યું તો સૌકોઈ દંગ રહી ગયા.

kiss

જાણકારી મુજબ આ ગટના ચેન્નઈમાં રહેતા 22 વર્ષના આઈટીઆઈના વિદ્યાર્થી શક્તિવેલ સાથે મંગળવારે રાત્રે બની. છોકરો બુરખો પહેરીને રોયાપેટ્ટા વિસ્તારથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જ ચાલ અને પુરુષોના ચપ્પલ જોઈ લોકોને તેના પર શક થઈ ગયો. જે બાદ સચ્ચાઈ જાણવા માટે લોકો તેની નજીક પહોંચ્યા તો તેનો રાજ ખુલી ગયો અને લોકોએ તેને ચોર સમજી ભારે પીટાઈ કરી મૂકી, પછી તેને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે પૂછપરછ કરી તો છોકરાએ બુરખો પહેરવાનું સાચું કારણ જણાવ્યું.

છોકરા મુજબ વેલેન્ટાઈન ડે પર જ્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડને કિસ આપવા કહ્યું તો છોકરીએ તેની ડિમાન્ડ પૂરી કરવા માટે તેની સમક્ષ એક શરત રાખી હતી કે જ્યારે તું બુરખો પહેરીને રોયાપેટ્ટાથી મરીન બીચ સુધી આવિશ તે બાદ જ કિસ આપીશ. જેની લાલચમાં છોકરો શરત પૂરી કરવા માટે તૈયાર થઈ ગયો હતો. દરમિયાન જ્યારે તે રસ્તામાં હતો તો પોતાની અજીબોગરી ચાલ અને પુરુષો જેવી ચપ્પલ પહેર્યાં હોવાના કારણે પકડાઈ ગયો. લોકોને લાગ્યું કે તે કોઈ ચોર છે અને ચોરી કરવા માટે ભેષ બદલીને ક્યાંક જઈ રહ્યો છે. જે બાદ લોકોએ પકડીને તેની ભારે ધોલાઈ કરી હતી.

આ પણ વાંચો- હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X