દાઢી-મૂંછ વિના વધુ સારા લાગશે નરેન્દ્ર મોદી: ચિત્રાંગદા સિંહ
બેંગ્લોર, 18 ડિસેમ્બર: બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહને લાગે છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જો પોતાની દાઢી-મૂંછ મૂંડાવી લે તો વધુ આકર્ષણ દેખાશે.
શહેરમાં જિલેટ દ્વારા આયોજિત 'અનશેવન ઇઝ અનબેઝ્ડ' અભિયાન બાદ ચિત્રાંગદાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'મને લાગે છે કે નરેન્દ્ર મોદી પોતાની દાઢી-મૂંછ મૂંડાવી શકે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી જેવા દાઢીવાળા પુરૂષો આકર્ષક હોતા નથી, તો તેમને કહ્યું હતું જે 'જુઓ' જો તમે સિખ છો તો દાઢી રાખવા પાછળ ધાર્મિક કારણ છે. ખરેખર તે સારું છે અને તમે દાઢીમાં આકર્ષક લાગી શકો છો.

આ પહેલાં મલિક્કા શેરાવતે નરેન્દ્ર મોદીને ભારતના 'મોસ્ટ એલિજેબલ બેચલર' કહ્યા હતા. મુંબઇમાં પોતાના ટીવી રિયાલિટી શો 'ધ બેચલરેટ ઇન્ડિયા'ના પ્રમોશન દરમિયાન મલ્લિકાને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તે કોને ભારતમાં 'મોસ્ટ એલિજેબલ બેચરલ' માને છે તો તેમને જરાપણ ખચકાયા વિના નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું.
એ જ કાર્યક્રમમાં જ્યારે પત્રકારોને તેમને પૂછ્યું કે શું તે રાહુલ ગાંધીને તેના લાયક માનતી નથી તો મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે 'ના મને તેમનામાં રસ નથી. હું ફક્ત નરેન્દ્ર મોદીને પસંદ કરું છું.'












Click it and Unblock the Notifications
