મઉ: રાત્રે ગાયબ થયેલી યુવતીની લાશ ઝાડ પર લટકેલી મળી
યુપીના મઉ જિલ્લામાં ઇન્ટર ની એક વિધાર્થીની ની હત્યા કરીને તેની લાશ ઝાડ પર લટકાવવામાં આવી હતી. આ મામલે યુવતીની માતાએ રેપ થવાની આશંકા વ્યક્તિ કરી છે.
યુપીના મઉ જિલ્લામાં ઇન્ટર ની એક વિધાર્થીની ની હત્યા કરીને તેની લાશ ઝાડ પર લટકાવવામાં આવી હતી. આ મામલે યુવતીની માતાએ રેપ થવાની આશંકા વ્યક્તિ કરી છે. આ આખી ઘટના મધુબન ચોકી વિસ્તારની છે, જ્યાં યુવતી પોતાના ઘરેથી શોચાલય કરવા માટે ખેતરમાં ગયી હતી પરંતુ પાછી આવી નહીં. પરિવારે તેની શોધખોળ કરી પરંતુ તેની કોઈ જ ખબર મળી નહીં.

સવારે જયારે ગ્રામીણ લોકો શોચાલય કરવા માટે ખેતરમાં ગયા ત્યારે ઝાડ પર યુવતીની લાશ લટકેલી જોઈને તેમના હોશ ઉડી ગયા. આ ઘટનાની જાણકારી જયારે યુવતીની માતાને મળી ત્યારે તેઓ દીકરીની હાલત જોઈને રડી પડી. તેમને પોતાની દીકરીની ઓળખાણ કરી. ઘટના વિશે સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી અને લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.
માતાએ કહ્યું કે દીકરી સાથે બળાત્કાર થયો
દીકરીના દુઃખમાં રડતી માતાએ જણાવ્યું કે એક મહિના પછી તેમની દીકરીના લગ્ન થવા જઈ રહ્યા હતા. તેમની દીકરી સાંજે શૌચાલય કરવા માટે બહાર ગયી હતી, પરંતુ પાછી આવી નહીં. તેમને ખુબ જ શોધખોળ કરી અને સવારે દીકરીની લાશ ઝાડ પર લટકેલી મળી આવી. માતાનો આરોપ છે કે તેની દીકરી સાથે બળાત્કાર થયો છે કારણકે કપડું ફાટ્યું હતું. ગ્રામીણો ઘ્વારા દોષીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
