For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે જમ્મૂમાં મોદીની રેલી પહેલાં મુઠભેડ, 3 જવાન શહિદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જમ્મૂ, 28 નવેમ્બર: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂના બે સ્થળો પર પૂંછ અને ઉધમપુરમાં ચૂંટણી રેલી કરવાના છે પરંતુ ચૂંટણી રેલીના ઠીક એક દિવસ પહેલાં જમ્મૂ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક ઘુસણખોરી કરવા માટે આવેલા આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ થઇ જેમાં 3 જવાન શહીદ થઇ ગયા એટલા માટે અત્યારે બધી સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.

સૈન્ય અધિકારીઓના અનુસાર જમ્મૂ જિલ્લાના અરનિયા વિસ્તારમાં આંતરાષ્ટ્રીય સીમા પર ઘુસણખોરી કરી ભારે હથિયારોથી સુસજ્જ 8 આતંકવાદી ભારતીય સીમાની અંદર ઘુસી આવ્યા હતા, તેમણે પહેલાં નાગરિકોના એક વાહન પર ગોળીબારી કરી.

27-narendra-modi

મોદીની રેલી પહેલાં જમ્મૂમાં મુઠભેડ, 3 જવાન શહીદ

આ ઘટનામાં વાહન ચાલક તથા તેમાં સવાર બે લોકોના મોત નિપજ્યા. ત્યારબાદ આતંકવાદી પિંડ ખોટે ગામમાં સેનાના બંકરમાં ખૂસી ગયા. આતંકવાદીઓને રોકવા માટે સેના દ્વારા પણ ગોળીબારી કરવામાં આવી. અધિકારીઓએ કહ્યું, ''સેના તથા સીમા સુરક્ષા બળની સાથે આતંકવાદીઓ સાથે થયેલી મુઠભેડમાં ત્રણ આતંકવાદી મૃત્યું પામ્યા. આ દરમિયાન સેનાના ત્રણ જવાન પણ શહીદ થઇ ગ યા જ્યારે ચાર અન્ય જવાન ઘાયલ થઇ ગયા. જો કે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સુરક્ષા વ્યવસ્થા કરી છે.

નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીને લઇને ભાજપ ખૂબ ઉત્સાહિત છે. કારણ કે જે પ્રકારે 25 નવેમ્બર એટલે કે પહેલા તબક્કામાં ચૂંટણીમાં જે પ્રકારે કાશ્મીરવાસીઓએ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે, તેને ભાજપને ઉત્સાહિત કરી દિધું છે. આ પહેલાં નરેન્દ્ર મોદીએ કિશ્તવાડમાં રેલી કહી હતી જ્યાં 40 હજારથી વધુ લોકો આવ્યા હતા એટલા માટે આજની રેલીમાં ભારે સંખ્યા એકઠી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે અરણિયામાં ફરીથી મુઠભેડ શરૂ ગઇ છે, આ ઓપરેશનમાં 800 જવાનો જોડાયા છે. સેનાએ કથાર ગામ ખાલી કરાવવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન 2 ડિસેમ્બરના રોજ થશે, આ વખતે રાજ્યની 18 સીટો માટે મતદાન કરવામાં આવશે. જમ્મૂ-શ્રીનગર નેશનલ હાઇવે પર આવતાં વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

English summary
PM Modi to address rallies in Jammu on Friday. A day before PM Narendra Modi's rally 4 civilians and 3 soldiers were killed after a group of heavily-armed terrorists fired at an Army patrol and a car at Arnia near the India-Pakistan border in Jammu district on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X