યુપી: પિતાએ પોતાની ત્રણે દીકરીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરી
યુપીના લલિતપુરમાં રુંવાટા ઉભા કરી નાખો તેવો મામલો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની જ ત્રણ માસૂમ દીકરીની હથોડાથી નિર્દયતાપૂર્વક હત્યા કરી છે.
યુપીના લલિતપુરમાં રુંવાટા ઉભા કરી નાખો તેવો મામલો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની જ ત્રણ માસૂમ દીકરીની હથોડાથી નિર્દયતાપૂર્વક હત્યા કરી છે. આ વાતની સૂચના જયારે પોલીસને આપવામાં આવી ત્યારે પોલીસે જગ્યા પર પહોંચીને લાશોને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોલીસે આ મામલે આરોપી પિતાની ધરપકડ કરીને તેના પર અલગ અલગ ધારાઓમાં કેસ નોંધી રહી છે.

મળતી માહિતી અનુસાર હત્યારો પિતા છેદામી કુશવાહાએ મંગળવારે સવારે 4 વાગ્યે પોતાના રૂમ હાજર ત્રણે માસૂમ બાળકીઓ પર લોખંડના હથોડાથી પ્રહાર કર્યા. બાળકીઓને માર્યા પછી તેમની લાશ ઘરમાં હાજર ગેસ ઘ્વારા સળગાવવાનો પ્રયાસ પણ કર્યો. ઘટના પછી બધા જ ઘાયલોને મહારોની ચિકિત્સાલય લઇ જવામાં આવ્યા, જ્યાં હાલત ગંભીર હોવાને કારણે તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.

લલિતપુર સ્થિત જિલ્લા હોસ્પિટલમાં 7 વર્ષની રાધિકા અને 11 વર્ષની અંજલિની મૌત થઇ ગઈ. જયારે ત્રણ વર્ષની વિશાખા જીવન સામે લડતી રહી પરંતુ ઉપચારના થોડા સમયમાં તે માસૂમ પણ મૃત્યુ પામી. આપને જણાવી દઈએ એક આરોપી પિતાની કુલ 5 દીકરીઓ છે. આરોપીની બાકીની બે દીકરીઓનું જીવન એટલા માટે બચી ગયું કારણકે તેની પત્ની બંને બાળકીઓને લઈને પિયર ગઈ હતી. સૂચના મળવા પર એસપી ઓપી સિંહ, અપર પોલીસ અધિક્ષક અવધેશ વિજેતા, સીઓ સીટી હિમાંશુ ગૌરવ પણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. આ મામલે તેમને જણાવ્યું કે આરોપી પિતા સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને તેની સાથે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
