ડેમમાંથી પકડાઇ 52 કિલોની માછલી, જોવા માટે ઉમટી ભીડ

Written By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સ્થિત ડેમમાં માછીમારોએ 52 કિલોની એક માછલી પકડી છે, જે અમરાવતીમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે. અમરાવતી માટે વરદાન સાબિત થયેલ અપ્પર વર્ધા ડેમમાંથી 52 કિલોની ચાંદેરા પ્રજાતિની(સિલ્વર કૉર્પ) માછલી મળીછે. ડેમમાં પાણી ભરાયા બાદ પહેલીવાર આટલી મોટી માછલી માછીમારોના હાથ લાગી છે. સોમવારની સવારે માછીમારોએ ડેમમાં માછલી પકડવા માટે જાળ નાંખી હતી, ત્યારે જાળમાં 52 કિલો વજનની માછલી ફસાઇ હતી. આ ડેમમાં માછલીઓ પકડવા માટે કોન્ટ્રાક્ટ નળ-દમયંતી સાગર માછીમાર સહકારી સંસ્થાએ લીધો છે.

Fish

ગોંદિયા જિલ્લાના ઇટિયાડોહ ડેમ પર માછલી પકડવા માટે પલાંદૂરના યશવંત, ગુલાબ અને સુરેશ મેશ્રામ સહિત ગોપી કાંબલે સોમવારે સવારે ઉતર્યા હતા. તેમની જાળમાં આ મોટી માછલી ફસાઇને બહાર આવી હતી. ડેમની બહાર નીકળ્યા પછી માછલીને જોવા માટે મોટી ભીડ એકઠી થઇ હતી. અપ્પર વર્ધા ડેમ અમરાવતી જિલ્લાનો બીજો સૌથી મોટો ડેમ છે. આ ડેમ માછીમારોની મોટી માછલી પકડવાની તક મળી છે. આ ડેમને કારણે દુકાળગ્રસ્ત મરાઠવાડા અને વિદર્ભના ખૂણે-ખૂણેથી આવતા માછીમારોને માછલી પકડવા રોજગાર મળે છે.

English summary
A fifty two kg fish caught dam amravati maharashtra.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.