એ.કે એંટની લોકસભા ચૂંટણી નહીં લડે: કોંગ્રેસ

Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમ, 11 માર્ચ: રક્ષામંત્રી એ.કે. એંટની કેરળથી લોકસભા ચૂંટણી નહીં લડે. આ વાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ રવિવારે કહી હતી. કોંગ્રેસની કેરળ શાખાના અધ્યક્ષ વી.એમ. સુધીરને અત્રે પત્રકારોને જણાવ્યું કે રાજ્યસભા સભ્ય એંટનીએ કેરળથી પોતાની ઉમેદવારીને લઇને મીડિયામાં આવેલા સમાચારોને લઇને મને ફોન કર્યો હતો અને તે સમાચારોનું ખંડન કર્યું હતું.

પાર્ટીની ચૂંટણી સમિતિની એક બેઠક બાદ સુધીરને જણાવ્યું કે 'તેમણે મને જણાવ્યું કે હું મીડિયાને જાણ કરી દઉ કે તેઓ ચૂંટણી નથી લડી રહ્યા.' કોંગ્રેસ પાર્ટી રાજ્યની 20 લોકસભા બેઠકોમાંથી સામાન્ય રીતે 17 બેઠકો પર ચૂંટણી લડે છે.

ak antony
સુધીરને જણાવ્યું કે 'અમે મંગળવારે ફરીથી બેઠક કરીશું અને આજની બેઠક (રવિવાર)માં કોઇપણ ઉમેદવારના નામની ચર્ચા કરવામાં આવી નથી. અમે અમારી જિલ્લા શાખાઓને પણ કહ્યું છે કે તેઓ ઉમેદવારો પર પોતાના વિચારો વ્યક્ત કરે.'

તેમણે એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં તેઓ રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટીની સાથે પ્રથમ રાઉન્ડની વાતચીત કરશે. રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટી શનિવારે વામ લોકતાંત્રિક મોર્ચાથી અલગ થઇ ગઇ, કારણ કે તેને કોલ્લમ લોકસબા બેઠક આપવામાં ન આવી. સુધીરને જણાવ્યું કે 'વાતચીતની કોઇ પૂર્વ શરત નહીં હોય.'

English summary
Defence Minister A.K. Antony will not contest the Lok Sabha polls from Kerala, a senior Congress leader said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X