શ્રીનગરમાં G20 બેઠક દરમિયાન મોટા આતંકી હુમલાની યોજનાનો ખુલાસો, ISI સાથે મળીને બનાવાયો હતો પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના પોકળ દાવાઓ વચ્ચે કાશ્મીરમાં આતંકીઓ બેફામ હુલમા કરી રહ્યા છે ત્યારે હવે સેનાએ વધુ એક મોટા હુમલાના છડયંત્રનો ખુલાસો કર્યો છે. સમાચારો અનુસાર, આંતકીઓ 26/11 જેવો મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, શ્રીનગરમાં યોજાવા જઈ રહેલી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક પહેલા સેનાએ મોટા છડયંત્રનો ખુલાસો કરતા કાર્યક્રમોમાં છેલ્લી ઘડીએ ફેરફાર કર્યા છે. આ નિર્ણય સંભવિત આતંકી હુમલાને લઈને લેવાયો છે.

ભારતીય સેના અને સ્થાનિક સુરક્ષાતંત્રને આશંકા છે કે આતંકીઓ G20 બેઠક દરમિયાન કાશ્મીરમાં 26/11 જેવો મોટો હુમલો કરી શકે છે. અહેવાલો અનુસાર, આ હુમલા પાછળ પાકિસ્તાની ખુફિયા સંસ્થા આઈએસઆઈનો પણ હાથ હોઈ શકે છે.
જણાવી દઈએ કે, એક મોટી હોટલમાં કામ કરતા પકડાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કરના ખુલાસા બાદ આ ફેરફાર કરાયા છે અને G-20 બેઠક સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ કાશ્મીર પોલીસે શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરો સામે જાહેર એડવાઈઝરી જારી કરી છે.
સુરક્ષા દળોએ G-20 પહેલા કાર્યવાહીના ભાગરૂપે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ફારુક અહેમદ વાનીની ધરપકડ કરી હતી. બારામુલ્લાના હૈગામ સોપોરનો રહેવાસી વાની ગુલમર્ગની એક પ્રખ્યાત ફાઈવ સ્ટાર હોટલમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. સૂત્રો અનુસાર, તે OGW તરીકે આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હતો અને સરહદ પારના ISI અધિકારીઓ સાથે પણ સીધો સંપર્કમાં હતો.
પૂછપરછ દરમિયાન વાનીએ ખુલાસો કર્યો હતો કે આતંકવાદીઓનો ઉદ્દેશ્ય હોટલમાં પ્રવેશવાનો અને વિદેશી મહાનુભાવો સહિત ત્યાં હાજર લોકોને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. આવી જ રીતે મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓએ તાજ હોટલમાં હુમલો કર્યો હતો.
અહેવાલો અનુસાર, OGW આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ, રોકડ, આશ્રયસ્થાન અને અન્ય સુવિધાઓ માટે મદદ કરે છે. આની સાથે સશસ્ત્ર જૂથો અને જમ્મુ અને કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંચાલિત થાય છે.












Click it and Unblock the Notifications
