Omicron Variant: દક્ષિણ આફ્રિકાથી ચંદીગઢ આવેલો મુસાફર કોવિડ સંક્રમિત, પત્ની અને મેડને પણ થયો કોરોના
ચંદીગઢમાં સાઉથ આફ્રિકાથી પાછા આવેલ એક વ્યક્તિના કોરોના પૉઝિટિવ આવવાથી હોબાળો મચી ગયો છે.
ચંદીગઢઃ આખા વિશ્વમાં ઓમિક્રૉન વેરિઅંટને લઈને ચિંતા વધી ગઈ છે. વળી, ચંદીગઢમાં સાઉથ આફ્રિકાથી પાછા આવેલ એક વ્યક્તિના કોરોના પૉઝિટિવ આવવાથી હોબાળો મચી ગયો છે. વ્યક્તિના સેમ્પલ્સ હવે જીનોમ સિક્વંસીંગ માટે મોકલવામાં આવ્યા છે અને આખા ચંદીગઢમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પીડિત વ્યક્તિ ઘરમાં પોતાની પત્ની અને બે લોકો સાથે રહેતો હતો. આ બધાનો પણ કોવિડ ટેસ્ટ થયો છે જેમાં તેની પત્ની, ઘરમાં કામ કરતી મેડ અને તેના પરિવારના એક સભ્યને પણ કોરોના થયો છે જ્યારે વધુ એક વ્યક્તિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

21 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પાછો આવ્યો હતો
પીડિત વ્યક્તિને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો છે. સંક્રમિત વ્યક્તિની ઉંમર 39 વર્ષ છે અને તે 21 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પાછો આવ્યો હતો. એરપોર્ટ પર તેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો માટે તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ ઘરે પહોંચવાના એક દિવસ બાદ તેની તબિયત ખરાબ થઈ અને તેનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અમુક મહત્વના નિર્ણયો લીધા છે.

વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર
આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કે જે 1 ડિસેમ્બરથી પ્રભાવી થઈ જશે. નવી ગાઈડલાઈન મુજબ બધા મુસાફરોએ પોતાની છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી પડશે અને એર સુવિધા પોર્ટલ પર પોતાનો નેગેટીવ આરટી પીસીઆર રિપોર્ટ પણ અપલોડ કરવો પડશે. વળી, બાયોએનટેક એસઈએ 'ઓમાઈક્રૉન'ને અનુકૂળ પોતાની કોવિડ-19 વેક્સીનને કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. બની શકે છે કે 100 દિવસમાં વેક્સીનનુ એક નવુ એડીશન તૈયાર થઈ જશે.

ઓમિક્રૉનના જોખમને જોતા એક્સપર્ટ આપી રહ્યા છે ચેતવણી
વળી, ઓમિક્રૉનના જોખમને જોતા એક્સપર્ટ સતત સરકારને ચેતવણી આપી રહ્યા છે. નવા વેરિઅંટ ઓમિક્રૉનના કારણે વધેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે જલ્દી કોવિડ વેક્સીનના બૂસ્ટર ડોઝ માટે જલ્દી પૉલિસી લાવી શકે છે. હાલમાં દરેકને એ અપીલ છે કે તે બહાર નીકળતી વખતે કોવિડ પ્રોટોક઼લનુ પાલન કરે. જ્યારે પબણ બહાર નીકળે માસ્ક જરુરથી પહેરે અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19નો નવો વેરિઅંટ B.1.1529 ગયા સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠને તેને 'Variant of Concern' એટલે કે 'ચિંતાજનક' જાહેર કર્યો છે.












Click it and Unblock the Notifications
