NSA અજીત ડોભાલ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત યોજાઈ, જાણો શું ચર્ચા થઈ?

અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને લાગુ કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવા પર સહમતિ બની હતી.

નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મોસ્કોમાં અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદના સચિવો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની પાંચમી બહુપક્ષીય બેઠકમાં ભાગ પહોંચ્યા હતા. અહીં અહીં ડોભાલે અફઘાનિસ્તાનની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ ન થવા દેવાની વાત કરી હતી. આ સિવાય ડોભાલે આતંકવાદ સામે લડવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

Ajit Doval

આ બેઠક બાદ બીજા દિવસે ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને લાગુ કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવા પર સહમતિ બની હતી.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસના એક નિવેદન અનુસાર, NSA અજીત ડોભાલ અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદના સચિવો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની પાંચમી બહુપક્ષીય બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કોમાં છે. રશિયા ઉપરાંત ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સચિવો આ બેઠક માટે પહોંચ્યા હતા.

ભારતીય દૂતાવાસના આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, NSA અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવા માટે બન્ને દેશ સંમત થયા હતા.

મોસ્કોમાં યોજાયેલી આ બેઠકમાં અજીત ડોભાલે કાબુલમાં એક સમાવિષ્ટ અને પ્રતિનિધિ સરકાર અને આતંકવાદ સામે લડવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

સૂત્રો અનુસાર,અજીત ડોભાલે બેઠકમાં અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન કરવા જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં મહત્વપૂર્ણ હિસ્સેદાર છે અને રહેશે. તેમણે કહ્યું કે, ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકો સાથે ઉભું રહ્યું છે અને અફઘાન લોકોને ફરી એકવાર સમૃદ્ધ અને ગતિશીલ રાષ્ટ્ર બનાવવામાં મદદ કરવા માટે તેમના સામૂહિક પ્રયાસોને સમર્થન આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X