રાજસ્થાનની 2 બાળકોની માતા પ્રેમી માટે કુવેત ભાગી ગઈ, જાણો શું છે પુરી લવ સ્ટોરી?
આ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર રોમાન્સની સિઝન ચાલી રહી છે. સીમા હૈદર પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવી તે બાદ આ સિલસિલો ચાલુ છે. હવે રાજસ્થાનની એક પરિણીતા 2 બાળકોને છોડીને પ્રેમી સાથે કુવેત ભાગી ગઈ છે.
એક પછી એક યુવતીઓ ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત આવી રહી છે ત્યારે હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં 35 વર્ષની એક મહિલા પોતાના પ્રેમી સાથે કુવેત ભાગી ગઈ છે.

અહેવાલો અનુસાર,દીપિકા પાટીદાર નામની આ મહિલા બે બાળકોની માતા છે. ડુંગરપુર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, દીપિકા પાટીદાર તેના બોયફ્રેન્ડ ઈરફાન હૈદર સાથે કુવૈત ભાગી ગઈ છે. દીપિકાએ ઈરફાન સાથેની બુરખાવાળી તસવીર તેના પતિને મોકલી છે, જેના પછી તેના પતિ અને પરિવારને સત્યની જાણ થઈ છે.
પોલીસે જણાવ્યું કે, દીપિકા પાટીદારના પરિવારને તેની બુરખો પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા બાદ તેની જાણ થઈ. દીપિકા પાટીદારના ભાગી જવાના સમાચાર સામે આવ્યા બાદ પાટીદાર સમાજ અને અન્ય હિન્દુ સંગઠનોએ કાર્યવાહીની માંગ કરી કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે.
જણાવી દઈએ કે, દીપિકા પાટીદારનો પતિ મુકેશ પાટીદાર મુંબઈમાં નોકરી કરે છે. મુકેશે 15 જુલાઈએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં દીપિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
દીપિકા પાટીદાર અને મુકેશ પાટીદારને એક પુત્ર અને એક પુત્રી છે. મુકેશ પાટીદારે 14 ઓગસ્ટે મીડિયાને જણાવ્યું કે, તેની પત્ની સીમા હૈદર અને અંજુની વાતો સાંભળીને તેનું બ્રેઈનવોશ થઈ ગયું હતું અને તેણે ઈસ્લામ અંગીકાર કર્યો છે.
પોલીસે જણાવ્યું કે, ઈરફાન હૈદર ગુજરાતના હિંમતનગરનો રહેવાસી છે. ઈરફાન હૈદરને મળવા માટે દીપિકા અવારનવાર ગુજરાતના સાબરકાંઠામાં ખેડબ્રહ્મા જતી હતી. ચિત્રીના સ્ટેશન હાઉસ ઓફિસર ગોવિંદ સિંહે કહ્યું કે પાછળથી ખબર પડી કે તે તેને કુવૈત લઈ ગયો છે. તે ઇરફાન હૈદરને કેવી રીતે મળ્યો અને તેણે વિઝા કેવી રીતે મેળવ્યા તે જાણવા માટે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ દીપિકાના પતિ મુકેશનો દાવો છે કે 12 ઓગસ્ટે તેણે તેની પત્ની સાથે વાત કરી હતી. દીપિકાએ તે સમયે કહ્યું હતું કે તે હોસ્પિટલમાં દાખલ છે. 13 ઓગસ્ટના રોજ દીપિકાએ મુકેશને વોટ્સએપ ફોન પર કહ્યું કે, તમે મને ખૂબ પરેશાન કરો છો, તેથી જ હું બહાર આવી ગઈ છું.
આ વાતચીત બાદ મુકેશ મુંબઈથી ડુંગરપુર જવા રવાના થયો હતો. જે બાદ દીપિકા પાટીદારનો બુરખો પહેરેલા યુવક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના પતિએ કહ્યું કે, ઈરફાન હૈદરે તેની પત્નીને સમજાવીને તેનું બ્રેઈનવોશ કર્યું અને પછી તેનું અપહરણ કર્યું છે. ઈરફાને જ દીપિકાનું ધર્મપરિવર્તન કરાવ્યું છે.












Click it and Unblock the Notifications
