Jammu and Kashmir Assembly Election 2024: કાશ્મીર દેશની આંખ છે, પંચાયતીરાજ સિસ્ટમથી લખાશે નવો અધ્યાય - LG
Jammu and Kashmir Assembly Election 2024: આજે જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં ભાગ લઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. પુલવામા, કુલગામ અને કિશ્તવાડમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં મહિલા મતદારો લાઈનમાં જોવા મળ્યા હતા.
છેલ્લી વખત અહીં 2014માં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પીડીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. આ પછી ભારતીય જનતા પાર્ટી 25 સીટો સાથે બીજા ક્રમે રહી હતી. એનસીને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. આ પછી 2018માં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર પડી ગઈ હતી.
ભાજપે પીડીપીના મહેબૂબા મુફ્તી પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. ત્યારપછી રાજ્યમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી. ત્યારથી અહીં લેફ્ટનન્ટ ગવર્નરનું શાસન ચાલી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીર કેટલું બદલાયું છે?: એલજી સિંહા - ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. આ વખતે ચૂંટણીનો માહોલ પણ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. જોકે, કલમ 370 ચૂંટણીનો મુદ્દો છે.
કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તાજેતરમાં ચૂંટણીને લઈને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીર સંબંધિત ફેરફારો વિશે વાત કરી હતી.

એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ માટે આ વિસ્તાર એટલો જ મહત્વપૂર્ણ છે, જેટલો વ્યક્તિ માટે બે આંખો હોય છે. આ સાથે સિંહાએ વધુ મતદાનની આશા વ્યક્ત કરી હતી અને જમ્મુ-કાશ્મીરના સારા ભવિષ્ય પર પણ ભાર મૂક્યો હતો.
જમ્મુ-કાશ્મીરનું મહત્વ જણાવતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, ખીણ એ દેશની બે આંખો છે. જો તમે એક આંખથી ઓછી જોઈ શકો તો તે કામ કરશે નહીં. અમારા માટે બંને સમાન છે. આ સાથે તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરશે.
મનોજ સિંહાએ કહ્યું કે, આ વખતે વધુને વધુ લોકો ઘરની બહાર આવશે અને પોતાના મતની શક્તિનો ઉપયોગ કરશે. આ વખતે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની વધતી સંખ્યા પર તેમણે વડાપ્રધાન મોદીને શ્રેય આપતા જણાવ્યું હતું કે, આ બધું પંચાયતી રાજ નીતિના કારણે શક્ય બન્યું છે.
કલમ 370 બંધારણનો ભાગ નથી - LG : મનોજ સિંહાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું માનું છું કે અહીંના લોકો લોકસભા ચૂંટણી કરતાં વધુ મતદાન કરશે. અમે અહીં મહિલાઓ માટે સૌથી વધુ કામ કર્યું છે. આ સાથે કલમ 370 અંગે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કલમ 370 અને 35 A હવે બંધારણનો ભાગ નથી.












Click it and Unblock the Notifications
