અમૃતપાલનો વધુ નવો વીડિયો સામે આવ્યો, જાણો શું કહ્યું?

પંજાબમાં ફરી એક વખત ખાલિસ્તાનીઓ માથુ ઉચકી રહ્યા છે ત્યારે હવે પંજાબ પોલીસ એક્શનમાં છે. કસ્ટડીમાંથી ફરાર થયેલા અમૃતપાલને પકડવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે ત્યારે હવે અમૃતપાલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. હવે તેને આ વીડિયોથી પંજાબ પોલીસને ચેલેન્જ કરી છે. અમૃતપાલ સિંહે આ વીડિયોમાં કહ્યું છે કે, તે લોકોની વચ્ચે આવશે અને ધરપકડથી ડરતો નથી. તેને કહ્યું છે કે, હું વિદેશ ભાગી જવાનો નથી, મેં મારા વાળ કપાવ્યા નથી. શ્રી અકાલ તખ્તના જથ્થેદારો વહીર કાઢે અને આ વહીર અકાલ તખ્ત સાહિબ એટલે કે અમૃતસરથી શરૂ થાય અને બૈસાખીના દિવસે તખ્ત દમદમા સાહિબ તલવંડી સાબો ખાતે સમાપ્ત થાય.
વીડિયોમાં અમૃતપાલ સિંહે વધુમાં કહ્યું કે, બૈસાખી પર ત્યાં સરબત ખાલસા બોલાવવામાં આવે. હું ધરપકડથી ડરતો નથી, પરંતુ વિદ્રોહના માર્ગે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પહેલા ગુરુવારે બપોરે અમૃતપાલની કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. તેમાં તેણે અટકળોને નકારી કાઢી હતી કે તે સરેંડર માટે વાટાઘાટો કરી રહ્યો છે.
આ પહેલી વખત નથી, આ પહેલા પણ અમૃતપાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો હતો. આમાં તેણે શીખોની સર્વોચ્ચ સંસ્થા જથ્થેદારને સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક કોન્ફરન્સ બોલાવવા જણાવ્યું હતું. વિડિયો ક્લિપમાં પણ તેણે એવુ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે, આ મુદ્દો માત્ર તેની ધરપકડનો નથી, પરંતુ શીખ સમુદાયની મોટી ચિંતાનો પણ છે.
અહીં તમને જણાવી દઈએ કે, અમૃતપાલને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. આ પહેલા પંજાબ પોલીસે હોશિયારપુર ગામ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે ઘરે-ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી ત્યારથી અમૃતપાલ સિંહ ફરાર છે.












Click it and Unblock the Notifications
