લો બોલો, ગોરી-પાતળી પત્ની માટે ફરિયાદ કરવા પહોંચ્યો વ્યક્તિ, ફરિયાદ સાંભળીને તમે પણ દંગ રહી જશો
ઘણી વખત તમે લોકોને અજીબોગરીબ ફરિયાદ કરતા સાંભળ્યા હશે. જો કે આજે અમે જે ફરિયાદની વાત કરી રહ્યા છીએ એવી અજીબ ફરિયાદ તો કોઈએ ક્યારેય નહીં સાંભળી હોય. આ મામલામાં ફરિયાદી ગોરી અને પાતળી પત્ની મેળવવા માટે ફરીયાદ કરવા પહોંચી ગયો.
આ કિસ્સો રાજસ્થાનના દૌસા જિલ્લાના સિંકંદરા વિસ્તારના ગાંગદવાડી ગામમાંથી સામે આવ્યો છે. ઘટના અનુસાર, અહીં મોંઘવારી રાહત કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં એક વ્યક્તિ આવ્યો અને તેની ફરિયાદ સાંભળીને લોકો ચૌકી ગયા.

આ વ્યક્તિ કેમ્પમાં તેની પત્નીની માંગણી લઈને આવ્યો. તેને કેમ્પ ઈન્ચાર્જને લેખિત અરજી આપી અને માંગણી કરી કે તે 30-40 વર્ષની વચ્ચેની ગોરી પત્ની ઈચ્છે છે.
કેમ્પ ઈન્ચાર્જને લખેલા આ પત્રમાં વ્યક્તિએ તેની પત્ની કેવી હોવી જોઈએ તેની વિગતે માહિતી આપી. હવે આ પત્ર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પત્રના વિષયયમાં આ વ્યક્તિએ લખ્યું કે, હાઉસ વાઈફ પ્રદાન કરવા માટે. આગળ તેને લખ્યુ કે, વિનંતી છે કે મારી ઘરેલું પરિસ્થિતિ પ્રતિકૂળ છે અને હું ઘરે એકલો રહું છું. અરજદાર ઘરનું કામ કરવા માટે અસમર્થ છે, તેથી ઘરેલું કામ કરવા અને મદદ કરવા મને પત્નીની જરૂર છે. તેથી શ્રીજીને વિનંતી છે કે નીચેની પ્રાથમિકતા સાથે પત્ની પ્રદાન કરવામાં મને મદદ કરો.
હદ તો ત્યારે થઈ કે જ્યારે તેને પત્રમાં કેવી પત્ની જોઈએ તેની પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી લખી. તેને લખ્યુ કે, પાતળી હોવી જોઈએ, ગોરી હોવું જોઈએ અને તેની ઉમર 30 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય તે દરેક કામમાં અગ્રેસર હોય.
હવે આ પત્ર સોશિય મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ તહેસીલદારે આ પત્ર મળ્યો હોવાની પૃષ્ટિ પણ કરી છે. હવે લોકો ઈન્ટરનેટ પર મજા લઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
