હદ થઇ ગઇ!! અહીં 2500 રૂપિયામાં વેચાય છે કોરોના નેગેટિવ રિપોર્ટ

કોરોના સંકટ દરમિયાન દેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેરઠની એક હોસ્પિટલમાં કોવિડ-19ના નેગેટીવ રિપોર્ટ રૂપિયા 2500માં વેચાઈ રહ્યો છે.

કોરોના સંકટ દરમિયાન દેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેરઠની એક હોસ્પિટલમાં કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ 2500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં એક દર્દીને કોવિડ-19ના નેગેટીવ રિપોર્ટ માટે 2500 રૂપિયાની માંગ કરાઈ રહી છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

2500 રૂપિયા ચૂકવો અને કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ લઈ જાવ

2500 રૂપિયા ચૂકવો અને કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ લઈ જાવ

વીડિયોમાં એક વ્યક્તિ કહેતા દેખાઈ રહ્યો છે, '2500 રૂપિયા ચૂકવો અને કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ લઈ જાવ. આ ટેસ્ટ મેરઠની સરકારી હોસ્પિટલના સીલ કવરમાં આપવામાં આવશે.' આ વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સુવિધાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે આ સુવિધા ધરાવનારનુ લાયસન્સ રદ કરવાનુ શનિવારે સૂચન કર્યુ હતુ

નેગેટીવ રિપોર્ટ માટે પૈસા સ્વીકારી રહ્યો છે

નેગેટીવ રિપોર્ટ માટે પૈસા સ્વીકારી રહ્યો છે

ઘટનાના વીડિયોમાં વ્યક્તિ કોવિડ 19ના નેગેટીવ રિપોર્ટ માટે પૈસા સ્વીકારતો દેખાઈ રહ્યો છે. રિપોર્ટ કલેક્ટ કરવા માટે આવતા પહેલા કોન્ટેક્ટ કરવાનુ પણ તે વ્યક્તિ કહી રહ્યો છે જે વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યુ છે. તે એમ કહેતા પણ સંભળાઈ રહ્યો છે કે રિપોર્ટ લેવા આવતી વખતે દર્દીને લાવવાની જરૂર નથી.

સીલ કરવાની કવાયત

સીલ કરવાની કવાયત

વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, મેરઠના સેક્રેટરી અનિલ નૌસરાને કહ્યુ કે, સરકારે રાજ્યમાં ચાલતી આવી હોસ્પિટલો અને નર્સિંગ હોમ કે જેમની પાસે મેડિકલની ડિગ્રી નથી તેમને સીલ કરવાની કવાયત હાથ ધરવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X