For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 1200 રૂપિયાનું વેતન મેળવતો નીકળ્યો કરોડપતિ

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના સીધી જિલ્લાના એક ગામમાં એક ગ્રામીણના ત્યાં લોકાયુક્તની તપાસમાં 1 કરોડ કરતા પણ વધારેની સંપત્તિ મળી આવી. પંચાયતની સરકારી કરિયાનાની દુકાનમાં સેલ્સમેનનું કામ કરનાર સુરેશ પાંડેનું વેતન માત્ર 1200 છે. પરંતુ તે કરોડપતિ છે.

સરકારી દુકાનમાં ધાંધલા
આ આખો મામલો પંચાયતની સરકારી કરિયાનાની દુકાનમાં સેલ્સમેનનું કામ કરનાર સુરેશ પાંડે વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિનો છે. સુરેશ પાંડેના બે ઘરોમાં છાપા મારવામાં આવ્યા. જેમાં 1 કરોડ કરતા પણ વધારેની સંપત્તિ મળી આવી.

madhya pradesh

સુરેશ પાંડે પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી?
પોલીસ આ મામલાની જાંચ કરી રહી છે કે સુરેશ પાંડે પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી. સુરેશના ઘરમાંથી ઘણા બધા સોનાના દાગીના, ડબલ બેરલ ગન, ચાર ગાડીઓ સહીત ઘણા દસ્તાવેજો પણ મળ્યા છે. જેની તપાસ કરીને પોલીસ બધી જ સંપત્તિનું મૂલ્યાંકન કરી રહી છે.

પોલીસે સુરેશ પાંડે વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિ રાખવાનો કેસ પણ નોંધી લીધો છે.

English summary
A Salesman madhya pradesh turned to be crorepati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X