રાયગઢમાં સ્કુલ બસ ખીણમાં ખાબકી, 32 લોકો હતા સવાર

મહારાષ્ટ્રમાં શુક્રવારની રાત્રે એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. રાયગઢમાં એક સ્કુલ બસ ખીણમાં પડી ગઇ હતી. બસમાં 32 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકો ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રમાં શુક્રવારની રાત્રે એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. રાયગઢમાં એક સ્કુલ બસ ખીણમાં પડી ગઇ હતી. બસમાં 32 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકો ઘાયલ થયા હતા. જેમને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં 2 વિદ્યાર્થીનો સમાવેસ થાય છે, જેમની હાલત સ્થિર છે. હાલ રાયગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Raigad

મળતી માહિતી મુજબ, બસ રાયગઢ ફોર્ટ રોડ પર જઈ રહી હતી, ત્યારે ઘરોશી વાડી પાસે તે ખીણમાં પડી ગઈ હતી. આ ઘટના સમયે બસમાં 32 લોકો હતા, જેમાં મોટાભાગે સ્કૂલના બાળકો હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

સોમવારે પણ સર્જાયો હતો મોટો અકસ્માત

બીજી તરફ સોમવારના રોજ પણ રાયગઢમાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ એક ડમ્પર કાબુ બહાર જઈને ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંને વાહનો પોલાદપુર તરફ જઈ રહ્યા હતા. આ ઘટના બાદ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X