ઓડિશા ટ્રેન અકસ્માત દરમિયાનનો રૂહ કંપાવતો વીડિયો સામે આવ્યો, આવો હતો ટ્રેનનો માહોલ

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે અને હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હવે આ ઘટનાની થોડી સેકન્ડો પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અકસ્માતની થોડી સેકન્ડો પહેલા કોરોમંડલ એક્સપ્રેસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વીડિયો બની રહ્યો છે તે દરમિયાન જ અકસ્માત સર્જાય છે અને લોકોની ચીસો સંભળાવા લાગે છે.

ODISHA

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એસી કોચમાં મુસાફરો બર્થ પર સૂઈ રહ્યા છે અને કેટલાક ચેટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન અચાનક જોરદાર ધક્કો લાગવાથી વીડિયો શૂટ કરી રહેલા વ્યક્તિનું બેલેન્સ બગડી જાય છે અને ફોન હાથમાંથી સરકીને પડી જાય છે.

વિડિયોમાં વધુ અંધારું છે અને તે પડી જતાં ચીસોના અવાજો સંભળાય છે. લોકો રડતા સંભળાઈ રહ્યા છે. વીડિયો પૂરો થાય તે પહેલા કોચમાં રહેલા લોકોને બૂમો પાડતા સાંભળી શકાય છે. વિડિયો રૂહ કંપાવી દેનારો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો સાથે દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો કોરોમંડલ એક્સપ્રેસનો છે. જો કે વન ઈન્ડિયા આ વીડિયોની પૃષ્ટી કરતુ નથી. અહીં તમને જણાવી દઈએ કે 2 જૂનના રોજ બાલાસોરના બહાનાગામાં આ ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો.

ત્રણ ટ્રેનો વચ્ચેના આ અકસ્માતમાં પહેલા કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. જે બાદ કોરોમંડલ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ પછી કોરોમંડલના કેટલાક કોચ પસાર થઈ રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X