2 વર્ષના બાળકના મોઢામાં જ તૂટ્યુ થર્મોમિટર, મર્કરી પોઈઝનિંગની અસર કેટલી છે ખતરનાક? વાંચો આ કિસ્સો
Mercury poisonning : દિલ્હીમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં એક ડોક્ટરે પોતાની બુદ્ધિમત્તાથી 2 વર્ષના બાળકનો જીવ બચાવ્યો. હકિકતમાં એક બાળક રમતી વખતે થર્મોમીટરનો પારો ગળી ગયો હતો, ત્યારબાદ પારાના ઝેરને કારણે બાળકના મૃત્યુનો ભય હતો.
એચસીએમસીટી મણિપાલ હોસ્પિટલના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બાળકમાં દુખાવો અથવા ઉલ્ટી જેવા કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા ન હતા. આ કારણે બે વર્ષના બાળકે ખરેખર પારો જેવી ખતરનાક ધાતુનું સેવન કર્યું હતું કે નહીં તે શોધવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.
ડોકટરોએ બાળકનો જીવ બચાવ્યો
આ માટે તબીબોએ પહેલા બાળકને રેચક દવા આપી હતી, પરંતુ એક્સ-રેમાં બાળકના આંતરડામાં પારો જોવા મળ્યો હતો. ત્યારબાદ ડૉ.સુફલા સક્સેના અને તેમની ટીમે તરત જ કોલોનોસ્કોપી અને આંતરડાની સફાઈની પ્રક્રિયા શરૂ કરી, જેથી બાળકના આંતરડામાંથી પારો કાઢી શકાય. ચાલો જાણીએ કે મર્ક્યુરી પોઈઝનિંગ શું છે અને પારો સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક પદાર્થ છે.

પારાનું ઝેર કેટલું ખતરનાક છે?
થર્મોમીટરમાંનો પારો જો ગળી જાય, તો તે સામાન્ય રીતે પાચનતંત્ર દ્વારા વિસર્જન થાય છે. જો કે, પારાની વરાળ વધુ ખતરનાક છે અને જો ફેફસામાં શ્વાસમાં લેવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. હકિકતમાં પારો શરીરમાં પ્રવેશ્યા પછી ખતરનાક બની જાય છે, પરંતુ તે પ્રવાહી અવસ્થામાં પાચનતંત્રમાં તરત જ શોષાતો નથી. એટલા માટે તૂટેલા થર્મોમીટર અથવા પારાના સંપર્કના કિસ્સામાં તાત્કાલિક તબીબી સહાય મેળવવી અત્યંત મહત્વપૂર્ણ છે.
પારાના ઝેરના લક્ષણો
એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) અનુસાર, પારાના ઝેરથી સામાન્ય રીતે ગંભીર ન્યુરોલોજીકલ અસરો થાય છે, અને કેટલાક જીવલેણ લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: ડિપ્રેશન, યાદશક્તિની સમસ્યાઓ, હાથ અને પગની નિષ્ક્રિયતા, ધ્રુજારી, બાળકોમાં સમજશક્તિની સમસ્યાઓ, સાંભળવામાં અને બોલવામાં મુશ્કેલી, દ્રષ્ટિમાં ફેરફાર, બાળકોમાં વાણી અને ભાષાની સમસ્યાઓ આ લક્ષણો સ્પષ્ટ કરે છે કે, પારાના ઝેરની માત્ર શારીરિક અસર જ નથી પણ માનસિક અને જ્ઞાનાત્મક કાર્યોને પણ ગંભીર રીતે અસર કરી શકે છે. આ સિવાય જો મામલો ગંભીર બની જાય તો મેમરી લોસ, કિડની ડેમેજ અને હાર્ટ એટેક જેવી ખતરનાક સ્થિતિ આવી શકે છે.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે સલાહ
ડૉક્ટરો ભલામણ કરે છે કે સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ મર્કરી કંટેંટ(જેમ કે શાર્ક, તિલાપિયા વગેરે) ધરાવતી માછલીઓથી દૂર રહેવું જોઈએ. પારો સ્તનપાનના માધ્યમથી ગર્ભાશયમાં રહેલા ભ્રૂણ અને નવજાત શિશુ સુધી પહોંચી શકે છે, જેના કારણે બાળકમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
થર્મોમીટરને ઘરથી દૂર રાખો
આ ઘટના થર્મોમીટર અથવા અન્ય જોખમી વસ્તુઓને બાળકોની પહોંચથી દૂર રાખવાનો પાઠ છે. આધુનિક ડિજિટલ થર્મોમીટર્સ પારાના થર્મોમીટર્સનો વધુ સારો અને સુરક્ષિત વિકલ્પ છે.












Click it and Unblock the Notifications
