નવી દિલ્હી સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં આગ લાગી

દિલ્હીના નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શુક્રવારે બપોરે ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેન પ્લેટફોર્મ 8 પર ઉભી હતી, અચાનક બપોરના બે વાગ્યે ટ્રેનની બે બોગીઓ સળગવા લાગી.

દિલ્હીના નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શુક્રવારે બપોરે ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેન પ્લેટફોર્મ 8 પર ઉભી હતી, અચાનક બપોરના બે વાગ્યે ટ્રેનની બે બોગીઓ સળગવા લાગી. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગના આઠ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લગભગ 45 મિનિટની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. ફાયર વિભાગની સાથે રેલ્વે વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

train

સ્ટેશન પર હાજર રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, ચંદીગઢ-કોચુવેલી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી. મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગમાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે પહેલી પ્રાથમિકતા આગને કાબૂમાં લેવા અને કોઈપણ અફરાતફરી રોકવાની છે, બાદમાં આગના કારણોની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: JNU Sedition Case: કન્હૈયા પર દેશદ્રોહનો કેસ નહીં ચાલે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X