Life After Death Experiences : એક દુનિયા એવી જ્યાં છે સ્વર્ગ અને નર્ક, જાણો શું કહે છે લેટેસ્ટ રિસર્ચ?
Life After Death Experiences: આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, વિજ્ઞાનને માનવાળા લોકો ભગવાન, જન્મ-મરણ અને સ્વર્ગ-નર્કના દર્શનશાસ્ત્રમાં વિશ્વાસ કરતા નથી. જોકે, ઘણીવાક એવા ડૉક્ટર્સ પણ જોવા મળે છે, જેઓ માને છે.
ઘણી એવી ઘટના સામે આવતી રહે છે, જેના કારણે ડૉક્ટર્સ આ બધી વાતો પર ભરોસો કરવા માટે મજબૂર થઇ જાય છે. આવા સમયે એક ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં સ્પષ્ટ કર્યું છે કે, મૃત્યુ બાદ જીવન હોય છે, જ્યાં સ્વર્ગ અને નર્ક જેવી વસ્તુ હાજર હોય છે.

ડેઈલી સ્ટારમાં છપાયેલા એક અહેવાલ અનુસાર, ડૉ. જેફરી લોંગ કહે છે કે, સ્વર્ગ ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે. તેઓ અમેરિકાના કેન્ટુકીમાં રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે કામ કરે છે, અને તેમના જીવનમાં તેમણે હજારો દર્દીઓને યમરાજની પકડમાંથી છૂટી મોતના મુખમાંથી બહાર આવતા જોયા છે, જેના પછી તેમણે સ્વીકાર્યું છે કે, આ માત્ર વિજ્ઞાન જ નહીં, ફિલોસોફી પણ છે.
5000 લોકો મૃત્યુ સામે લડતા જોયા - ડૉ. જેફરી લોંગે નીયર ડેથ એક્સપિરિયન્સ રિસર્ચ ફાઉન્ડેશન બનાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, સ્વર્ગ છે, આ નિષ્કર્ષ તેમણે ઘણા મૃત્યુ નજીકની સ્ટોરીનું વિશ્લેષણ કર્યા પછી નોંધ્યું છે.
ડૉ. લોંગે કહ્યું કે, જે લોકો તબીબી રીતે મૃત થઈ જાય છે, તેમની જોવાની, સાંભળવાની અને અનુભવવાની ક્ષમતા ચાલુ રહે છે. તે કહે છે કે તેમણે કેટલીક પેટર્ન જોઈ છે, જે તમામ કેસોમાં સમાન છે. આ શરીરના અનુભવની બહાર છે. તબીબી રીતે મૃત હાલતમાં એક મહિલાને લાગ્યું કે, તેનો આત્મા ઘોડા પર જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તેનું શરીર હવે આ દુનિયામાં નથી
કોઈએ સુરંગ જોઈ, કોઈએ ઘોડા જોયા - ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એક દર્દીને લાગ્યું કે, ટનલમાંથી તેજસ્વી પ્રકાશ આવી રહ્યો છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, તે તેના મૃત સ્વજનોને તબીબી રીતે મૃત હાલતમાં મળ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, તેઓએ તેમના આત્માને ચમકતો જોયો હતો. આ પહેલા પણ ઘણા લોકોએ આવા અનુભવો જોયા છે, જેમણે કહ્યું કે, તેઓએ આત્માને કાળા રૂમમાં જતા જોયા છે, તો કેટલાકે સુંદર બગીચા જેવી જગ્યા જોઈ છે.












Click it and Unblock the Notifications
