Video: પીએમ મોદીને યુવકે કાળો ઝંડો બતાવ્યો, લોકોએ પીટાઈ કરી નાખી

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પહેલા પીએમ મોદી એક ચૂંટણી જનસભા કરવા માટે ઈલાહાબાદ પહોંચ્યા હતા.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પહેલા પીએમ મોદી એક ચૂંટણી જનસભા કરવા માટે ઈલાહાબાદ પહોંચ્યા હતા. અહીં પરેડ મેદાનમાં ચૂંટણી જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ ભરતીઓમાં સામાન્ય વર્ગ માટે 10 ટકા આરક્ષણનો ઉલ્લેખ કરીને યુવાઓ પાસે વોટ માંગ્યા, ત્યારે ભીડમાંથી એક યુવકે આગળ આવીને કાળો ઝંડો બતાવ્યો અને રોજગારનો મુદ્દો ઉઠાવ્યો. અચાનક થયેલી આ ઘટનાથી અફરાતફરી મચી અને ભાજપા સમર્થકોએ યુવકની પીટાઈ શરુ કરી દીધી. પોલીસે ગમે તેમ કરીને યુવકને ભીડના ગુસ્સાથી બચાવ્યો અને તેને પોલીસ લાઈન લઇ ગયા.

video viral

મળતી જાણકારી અનુસાર પીએમ મોદીને કાળો ઝંડો બતાવનાર યુવક ઈલાહાબાદ સંસદીય ક્ષેત્રના મેઝા વિસ્તારનો રહેવાસી છે. યુવકનું નામ અંકિત છે અને તેની ઉમર 17 વર્ષ છે. યુવક અનુસાર તે બેરોજગારી મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે આવ્યો હતો, એટલા માટે તેને કાળો ઝંડો બતાવ્યો. આ દરમિયાન યુવકે મોદી મુર્દાબાદ નારો લગાવ્યો હતો. ત્યારે જ ભાજપા કાર્યકર્તાઓ ઘ્વારા તેને પકડી લેવામાં આવ્યો અને તેની પીટાઈ શરુ કરી દેવામાં આવી. તેના કપડાં ફાટી ગયા અને શરીરના બીજા ભાગો પર ગંભીર ઇજા પણ પહોંચી છે.

video viral

પીએમ મોદીનું સંબોધન પૂરું થયા પછી ફરી તેની પીટાઈ કરી

યુવકને પકડીને સભા સ્થળ બહાર પોલીસ ઘેરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ સમર્થકો તેને સતત મારવાની કોસિસ કરતા રહ્યા. પીએમ મોદીનું સંબોધન પૂરું થયા પછી બહાર નીકળેલા યુવાઓએ ફરી તેના પર હુમલો કર્યો અને લાતો-મુક્કાથી તેની પીટાઈ કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X