બિહારમાં ચિકન લેવા ગયેલા યુવકને પકડીને લગ્ન કરી દેવાયા, જાણો શું હોય છે પકડાઉ લગ્ન?
બિહારમાં આ દિવસોમાં સરકારી નોકરી કરતા યુવકોમાં ખૌફનો માહોલ છે. અહીં એક સરકારી નોકરી કરતા યુવકનું અપહરણ કરીને લગ્ન કરી દેવાતા મામલો ચર્ચાએ ચડ્યો છે.
બિહારના ભાગલપુરમાં ચિકન ખરીદવા ગયેલા સૈનિકના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા. બિહારમાંથી અવારનવાર આવા સમાચાર બહાર આવે છે. બિહારની આ પકડાઉ લગ્ન પરંપરા ખુબ ચર્ચામાં રહે છે.

શું છે પકડાઉ લગ્ન?
બિહારના ભાગલપુરમાં હોમગાર્ડ જવાન જ્યારે ચિકન ખરીદવા ગયો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું. ત્યાંથી તેને 100 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યો અને 4 કલાક પછી લોકોને ખબર પડી કે તેના હવે લગ્ન થઈ ગયા છે.
હોમગાર્ડ જવાન સુમિતે ભાગ્યે જ વિચાર્યું હશે કે તે ચિકનને બદલે તેની પત્નીને ઘરે લાવશે. આ પહેલા સુમિત ન તો યુવતીને ઓળખતો હતો કે ન તો તેના પરિવારના સભ્યોને. સુમિત પકડાઉ લગ્નના ચક્કરમાં ફસાઈ ગયો.
જણાવી દઈએ કે, બિહારના યુવકોમાં પકડાઉ લગ્નનો ડર રહે છે. સરકારી નોકરીઓમાં મોટાભાગના યુવકો આ ડરથી પીડાય છે. આ લગ્નમાં છોકરાની સંમતિ માંગવામાં આવતી નથી. છોકરો સરકારી નોકરી કરે છે કે તેને નોકરી મળી ગઈ હોવાની જાણ થતાં કેટલાક અજાણ્યા લોકો તેની પાસે આવીને તેને બળજબરીથી લઈ જાય છે.
આ દરમિયાન જો છોકરો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે તો તેને ડરાવવા માટે માર પણ મારવામાં આવે છે. તે પછી તેના લગ્ન એક એવી છોકરી સાથે થાય છે જેને તેણે ન તો જોઈ હોય અને ન તો તે જાણતો હોય.
લગ્નના થોડા દિવસો વીતી ગયા પછી છોકરાને તેના ઘરે જવા દેવામાં આવે છે અને ત્યાં પહોંચીને તે તેના પરિવારને લગ્ન વિશે જણાવે છે. આ પ્રકારના લગ્નને પકડાઉ લગ્ન કહેવામાં આવે છે.
અહેવાલો અનુસાર, બિહારમાં 1970 અને 80ના દાયકામાં આવા લગ્નો મોટા પ્રમાણમાં થયા. બિહારના કેટલાક જિલ્લાઓમાં છોકરાઓને બળજબરીથી લગ્ન કરાવવામાં આવતા હતા. આ મોટાભાગના લગ્ન લગ્નની સિઝન દરમિયાન થયા હતા.
આ લગ્ન બિહારમાં વધુ દહેજની માંગ અને સારા છોકરા ન મળવાને કારણે થયા. આ પ્રકારના લગ્નમાં છોકરીના પરિવારના સભ્યો સારા છોકરાની શોધ કરે છે જે સરકારી નોકરી કરતો હોય અને પછી તેની રેકી કરાવ્યા બાદ તેને પસંદ કરીને તેની પુત્રી સાથે તેના લગ્ન કરાવે છે.
આવી સ્થિતિમાં છોકરો પણ છોકરીને પોતાના ઘરે રાખવા મજબૂર બની જાય છે. આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે.












Click it and Unblock the Notifications
