For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aaj Tak Axis My India Exit Poll 2022: પંજાબમાં કોંગ્રેસને ઝાટકો, જાણો અન્ય 4 રાજ્યોના ટ્રેન્ડ

Aaj Tak Axis My India Exit Poll 2022: પંજાબમાં કોંગ્રેસને ઝાટકો, જાણો અન્ય 4 રાજ્યોના ટ્રેન્ડ

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયા બાદ હવે 10 માર્ચે આવનાર પરિણામ પર સૌકોઈની નજર છે. તે પહેલાં યુપીમાં આજે (સોમવારે) આખરી તબક્કાના મતદાન બાદ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. આ વખતે એક્સિસ માય ઈન્ડિયાએ આજ તક સાથે મળીને ચૂંટણીલક્ષી રાજ્યો પર એક્ઝિટ પોલ તૈયાર કર્યા છે. સામે આવી રહેલા ટ્રેન્ડનું માનીએ તો પાંચ રાજ્યોમાં આવતી 10 માર્ચે આવનાર ચૂંટણી પરિણામના આંકડાઓમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. સોમવારની સાંજે જેવા 6 વાગ્યે ચૂંટણી પંચ તરફથી મતદાન સંપન્ન થયું, તેની સાથે જ માય એક્સિસ ઈન્ડિયાના ટ્રેન્ડ પણ સામે આવવા લાગ્યા.

exit poll

પંજાબમાં કોંગ્રેસને મોટો ઝાટકો

ખેડૂત આંદોલનને લઈ સૌથી વધુ ચર્ચામાં રહેનાર પંજાબના વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર ખુદ ભારતીય જનતા પાર્ટીની પણ નજર રહેલી હશે. કેપ્ટન અમરિંદર સિંહને સીએમ પદથી હટાવ્યા બાદ કોંગ્રેસમાં શરૂ થયેલી ખેંચતાણ અને ખેડૂત આંદોલન બાદ બદલેલા રાજકીય સમીકરણોએ પંજાબ વિધાનસભા ચૂંટણીને બહુ રોમાંચક બનાવી દીધી છે. ટ્રેન્ડમાં પણ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. પંજાબમાં આ વખતે 76થી 90 સીટ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 19થી 31 સીટ સાથે સંતોષ માનવો પડી શકે ચે, જ્યારે ભાજપની દાળ આ વખતે પણ પંજાબમાં નહીં ગળે. ભાજપને માત્ર 1થી 4 સીટ મળવાની ઉમ્મીદ છે. જ્યારે અન્યોને 2 સીટ મળી શકે છે.

English summary
Aaj Tak Axis My India Exit Poll 2022 shows that aam aadmi party forming govt in punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X